કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા, સુટકેશમાં ભરી ફેંકી દીધો મૃતદેહ, માતાએ કરી ન્યાયની માંગ; જાણો સમગ્ર મામલો

ફેમસ યુવા મહિલા નેતાની હત્યા, સુટકેશમાં ભરી ફેંકી દીધો મૃતદેહ, રાહુલ ગાંધી સાથે ફોટો ખુબ વાયરલ થયેલો, જુઓ

કોંગ્રેસ નેતા હિમાની હત્યાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી બહાદુગઢનો છે અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસ ધરપકડન કરેલા આરોપીની પૂછપરછ કરી રહી છે. હત્યાકાંડમાં આ પેહલી ધરપકડ છે. પોલીસે આજે આ કેસમાં મોટો ખુલાસો કરવાનો દાવો પણ કર્યો છે. હિમાની નરવાલની હત્યા પછી, મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકી દેવામાં આવ્યો હતો. જો કે, કોણે હત્યા કરી અને શા માટે? આ વિશે બહાર આવ્યું નથી.

1 માર્ચની સવારે, હરિયાણાના રોહતકના કસ્બા શહેરના બસ સ્ટેન્ડની નજીક વાદળી રંગનો લાવારિસ સુટકેસ રાખવામાં આવ્યો હતો. જ્યારે પસાર થતા લોકોની નજર તેના પર પડી ત્યારે કોઈએ પોલીસને જાણ કરી. જેના પછી પોલીસ સ્થળ પર પોચી અને સૂટકેસ ખોલ્યું, ત્યારબાદ તેમાં એક યુવતીનો મૃતદેહ હતો. આ સમૃત દેહ બીજા કોઈનો નહિ, પરંતુ કોંગ્રેસના નેતા હિમાની નરવાલનો હતો.આ તેજ હિમાની નરવાલ હતી, જેનો રાહુલ ગાંધી સાથેનો ફોટો ભારત જોડીની યાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

હિમાની રોહતકમાં ભારત જોડો યાત્રા સાથે સંકળાયેલી હતી અને શ્રીનગર સુધી ગઈ હતી.અત્યાર સુધીમાં, તપાસમાં માહિતી બહાર આવી છે કે હિમાનીની હત્યા કરવામાં આવી હતી અને લાશને સુટકેસમાં ભરી ફેંકી દેવામાં આવી હતી. જો કે, પોલીસ હજી હત્યારાઓની શોધ કરી શકી નથી. હિમાનીની માતાએ હત્યા કરી સુટકેશમાં ભરી ફેંકવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે લોકો મારી પુત્રી સાથે દુશ્મનાવટ કરતા હતા. લોકોને લાગતું હતું કે આ આટલી નાની ઉમરમાં આટલી આગળ કેવી રીતે નીકળી ગઈ. તેમણે પુત્રીની હત્યા પાછળ પાર્ટીના સભ્ય પર પણ શંકા વ્યક્ત કરી છે.આજે વાત કરતી વખતે હિમાનીની માતાએ તેમના હાથ જોડ્યા અને કહ્યું, ‘મારી પુત્રીને ન્યાય મળવો જોઈએ.

કારણ કે મારી પુત્રીએ નાની ઉંમરે ઘણું બધું દાવ પર લગાવી દીધું હતું. જો કે, જ્યારે પૂછવામાં આવ્યું કે હત્યા પાછળ કોણ હોઈ શકે? આના પર, હિમાનીની માતાએ કહ્યું કે હું કોઈને ઓળખતી નથી. પરંતુ પાર્ટીના ઘણા લોકો મારા ઘરે આવતા હતા. આવી સ્થિતિમાં, કોઈનો પણ હાથ તેની પાછળ હોઈ શકે છે. મારી સરકાર અને વહીવટને મારી પુત્રીને ન્યાય આપવા વિનંતી છે.કોંગ્રેસના નેતા હિમાની નરવાલની હત્યાને લઈને પોલીસે પાંચ ટીમોની રચના કરી છે. તપાસ હેઠળ, હિમાનીના ઘરની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ સુરાગ મળી શકે છે. આની સાથે, સાયબર ટીમ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની સંપૂર્ણ તપાસ કરી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ સંપર્ક અથવા તાજેતરની પ્રવૃત્તિઓ શોધી શકાય.

જો કે, જ્યાં તેનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો હતો, ત્યાં તપાસ ટીમને સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ ન હોવાને કારણે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.હિમાની નરવાલ કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા. તે પાર્ટીના દરેક મોટા કાર્યક્રમમાં હાજર રહેતા હતા. તે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ સાથે પણ સંકળાયેલી હતી. ધારાસભ્ય બીબી બત્રાએ તેની હત્યાની પુષ્ટિ કરી અને કહ્યું કે હિમાની કોંગ્રેસના મહેનતુ કાર્યકર હતી. હિમાનીની હત્યા ગંભીર બાબત છે અને તેની તપાસ SIT દ્વારા થવી જોઈએ.

Previous Article

21 રૂપિયાના આ શેર પહોંચ્યા 4,300 ની પાર, રોકાણકારોને કરી દીધા માલામાલ; તમારી જોડે છે કે નહિ ચેક કરો

Next Article

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલીસાએ હની સિંહના ગીત પર આપ્યુ દમદાર પરફોર્મેન્સ, ફરી એક વાર જીતી લીધા લોકોના દિલ; જુઓ વિડિઓ

error: Protected Content!