મશહૂર ડેટિંગ રિયાલિટી શો MTV સ્પ્લિટ્સવિલા 15માં જોવા મળેલા હર્ષ અરોરા અને રૂષાલી યાદવે તાજેતરમાં જ સગાઈ કરી છે. આ દરમિયાનની ખૂબસુરત તસવીરો પણ બંનેએ શેર કરી છે. આ તસવીરોમાં કપલ ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યા છે અને તેમની ખુશી પણ ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે.
આ દરમિયાનના બંનેના લુકની વાત કરીએ તો, રૂષાલીએ યલો બોલ્ડ આઉટફિટ સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ કર્યો હતો, જ્યારે હર્ષ વ્હાઇટ લુકમાં જોવા મળ્યો હતો. એક તસવીરમાં રૂષાલી હર્ષે પહેરાવેલી રિંગને કિસ કરતી પણ જોઇ શકાય છે. આ તસવીરો સાથે તેમણે કેપ્શન આપ્યુ હતુ- Not perfect, just perfectly us.
જણાવી દઇએ કે, થોડા સમય પહેલા રૂષાલીએ હેલિકોપ્ટરમાં ખૂબ જ સુંદર રીતે હર્ષને પ્રપોઝ કર્યું હતુ અને તેને રિંગ પણ પહેરાવી હતી. આ પ્રપોઝલની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તસવીરોમાં હર્ષ રિંગ ફ્લોન્ટ કરતો પણ જોવા મળ્યો હતો. હેલિકોપ્ટર પ્રપોઝ વાળી પોસ્ટ શેર કરતી વખતે રૂષાલીએ એક લાંબું કેપ્શન લખ્યું હતુ અને બોયફ્રેન્ડ પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો.
આ પોસ્ટ દ્વારા અભિનેત્રીએ જણાવ્યું કે હર્ષ સાથેના છેલ્લા કેટલાક મહિનાઓ તેના જીવનના સૌથી સુંદર ક્ષણોમાંનો એક છે. ઉપરાંત તે હર્ષને પ્રપોઝ કરીને અને વીંટી પહેરાવીને તેને કેટલો પ્રેમ કરે છે તે અહેસાસ કરાવવા માંગતી હતી. રુષાલીએ આના પર આગળ લખ્યું કે “હું તમારી સાથે વૃદ્ધ થવા માંગુ છું અને તમારી સાથે દરેક ક્ષણ શેર કરવા માંગુ છું.
હું મારું સુંદર જીવન તમારી સાથે વિતાવવા માંગુ છું. તમે મારું હૃદય, ખુશી અને બધું છો.” રુષાલી અને હર્ષની લવ સ્ટોરી વિશે વાત કરીએ, તો સ્પ્લિટ્સવિલા 15માં બંને ખૂબ નજીક આવ્યા હતા. શો દરમિયાન ઘણી વખત બંને રોમેન્ટિક મૂડમાં પણ જોવા મળ્યા હતા. જ્યારે રુષાલીની ખાસ મિત્ર અને હર્ષની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ શુભિએ શોમાં વાઇલ્ડ એન્ટ્રી કરી, ત્યારે તેણે દાવો કર્યો કે હર્ષ અને રુષાલીએ તેની સાથે દગો કર્યો છે.
હા, એ અલગ વાત છે કે મોટા ડ્રામા પછી પણ બંનેએ એકબીજાને છોડ્યા નહીં અને આખરે બંનએ હવે સગાઇ કરી લીધી. રુષાલી યાદવ અને હર્ષ અરોરાએ ત્યારે બધાનું ધ્યાન ખેંચ્યું હતુ જ્યારે તેમણે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખુલાસો કર્યો હતો કે બંનેનું બ્રેકઅપ થઇ ગયુ છે. જો કે બાદમાં એ કંફર્મ થઇ ગયુ કે બંને વચ્ચે બધું બરાબર છે. રુષાલીએ હેલિકોપ્ટરમાં ડ્રીમી રીતે હર્ષને પ્રપોઝ કર્યું હતુ.
View this post on Instagram