66 વર્ષની ઉંમરે બીજીવાર દુલ્હો બન્યા ફેમસ ક્રિકેટર અરુણ લાલ, 28 વર્ષ નાની છે પત્ની બુલબુલ, જુઓ તસવીરો

પૂર્વ ક્રિકેટર અરુણ લાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સોમવારે 66 વર્ષીય અરુણ લાલે તેમનાથી 28 વર્ષ નાની બુલબુલ સાહા સાથે લગ્ન કર્યા. અરુણ લાલના આ બીજા લગ્ન છે અરુણ લાલ-બુલબુલ સાહાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અરુણ લાલ અને બુલબુલ સાહા લગ્નના આઉટફિટમાં ખૂબ જ સરસ લાગી રહ્યા છે. કોલકાતાની એક હોટલમાં યોજાયેલા આ લગ્નમાં ઘણા પૂર્વ ખેલાડીઓ પણ પહોંચ્યા હતા, જેમાં સબા કરીમ સહિત અન્ય લોકો સામેલ થયા હતા.

લગ્નની વિધિઓ પૂરી થયા બાદ અરુણ લાલે તેની પત્ની બુલબુલને પણ કિસ કરી હતી. તેમજ બંનેએ કેક કાપીને આ પળની ઉજવણી કરી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર અને બંગાળ રણજી ટીમના વર્તમાન કોચ અરુણ લાલે સોમવારના રોજ લગ્ન કર્યા હતા.બંનેએ ગયા મહિને સગાઈ પણ કરી હતી. જણાવી દઇએ કે અરુણ લાલની નવી પત્ની બુલુબલ સાહા એક શિક્ષક છે, જે હજુ પણ કોલકાતાની એક ખાનગી સ્કૂલમાં ભણાવે છે. બુલબુલ સાહાને રસોઈનો શોખ છે, તેણે વર્ષ 2019માં રસોઈ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.

ભારત માટે ઓપનિંગ કરનાર 66 વર્ષીય અરુણ લાલના આ બીજા લગ્ન છે. તેણે તેની પહેલી પત્ની રીનાથી છૂટાછેડા લીધા છે. રીનાની તબિયત હજુ પણ ઘણી ખરાબ છે, આવી સ્થિતિમાં અરુણ લાલ તેની ઈચ્છા બાદ જ આ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે.અરુણની દેખરેખ હેઠળ, બંગાળની ટીમે 13 વર્ષના લાંબા અંતર બાદ 2020માં રણજી ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટીમે આ સિઝનમાં સતત ત્રણ જીતથી 18 પોઈન્ટ સાથે પોતાના ગ્રુપમાં ટોચ પર રહીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

અરુણ લાલે 1982થી 89ની વચ્ચે ભારત માટે કુલ 16 ટેસ્ટ અને 13 ODI રમ્યા હતા. આ દરમિયાન તેના બેટએ ટેસ્ટમાં 729 અને વનડેમાં 122 રન બનાવ્યા હતા.તેમણે ટેસ્ટમાં છ અર્ધસદી અને વનડેમાં એક અડધી સદી ફટકારી હતી. જોકે, બાદમાં તેનું પ્રદર્શન સામાન્ય કરતાં ઓછું હોવાથી તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 46.94ની એવરેજથી 10421 રન બનાવનાર અરુણ લાલની ટેસ્ટ કરિયર લાંબો સમય ટકી શકી નહીં. તેણે 1982 થી 1989 વચ્ચે 16 ટેસ્ટ રમી હતી.

જેમાં તેના બેટએ 26ની એવરેજથી 729 રન બનાવ્યા હતા.તેની સૌથી મોટી ઈનિંગ 93 રનની હતી, જે વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી.અરુણ લાલે 1982માં શ્રીલંકા સામે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં તેણે મહાન સુનીલ ગાવસ્કર સાથે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેણે ડેબ્યૂ મેચમાં 63 રન બનાવ્યા અને ગાવસ્કર સાથે પ્રથમ વિકેટ માટે 156 રન જોડ્યા.ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ અરુણ લાલે કોમેન્ટ્રી શરૂ કરી. તે મોટાભાગે ભારતની ઘરઆંગણાની મેચોમાં કોમેન્ટ્રી કરતા હતા.

તેમણે આઇકોનિક દૂરદર્શન રાષ્ટ્રીય એકતા ગીત, “મિલે સુર મેરા તુમ્હારા” માં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું. અરુણનો જન્મ 1 ઓગસ્ટ, 1955ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. અરુણને 2016માં કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તેમણે કોમેન્ટ્રી છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે બીમારીને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ સંભાળ્યું.

અરુણ લાલ બંગાળ ટીમના મુખ્ય કોચ છે. બંગાળની ટીમે રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ ટીમ સૌરાષ્ટ્ર સામે જીત નોંધાવી શકી ન હતી.અરુણનો જન્મ 1 ઓગસ્ટ, 1955ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો.કહેવામાં આવી રહ્યું છે કે અરુણ લાલ બુલબુલને ઘણા સમયથી ઓળખે છે.

તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. અહેવાલો અનુસાર અરુણ લાલ અને બુલબુલ સાહાએ 2 મેના રોજ કોલકાતાની હોટેલ પીયરલેસ ઇનમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં બાદ રિસેપ્શન પણ આપવામાં આવશે.

Shah Jina