જયપુર એરપોર્ટ પર IPS ઓફિસરના બેગની થઇ ચેકીંગ, તપાસમાં જે મળ્યું એ જોઈને દરેક કોઈ રહી ગયા હેરાન

સોશિયલ મીડિયા પર હંમેશા સક્રિય રહેનારા અને પોતાના સારા કામના વર્તાવને લીધે હંમેશા ચર્ચામાં રહેનારા આઇપીએસ અધિકારી વરુણ બોથરાની એક પોસ્ટ તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.પોસ્ટ પર અન્ય આઈએએસ અધિકારીઓની સાથે સાથે સામાન્ય જનતા પણ પ્રતિક્રિયા આપી રહી છે.

ઓડિશાના ટ્રાન્સપોર્ટ કમિશ્નર અરુણ બોથરાના બેગની જયપુર એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી.અને તપાસ દરમિયાન બેગમાંથી જે નીકળ્યું એ જોઈને ત્યાં હાજર લોકો હેરાન રહી ગયા હતા.તપાસમાં સામે આવ્યું કે બેગ લીલા વટાણાથી ખચોખચ ભરેલી હતી.

અરુણ બોથરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ તસ્વીર શેર કરી હતી અને લખ્યું કે જયપુર એરપોર્ટ પર સિક્યોરિટીના સ્ટાફે મને મારી બેગ ખોલવા માટે કહ્યું હતું. જેના પછી બેગમાંથી જે વસ્તુ નીકળી એ જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા હતા. અરુણજીની આ ટ્વીટ આ સમયે ખુબ વાયરલ થઇ રહી છે.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,સર હવે તમારી ખૈર નથી! પરિવારના લોકો નારાજ થશે, બે કલાકની ફલાઇટમાં ખાલી બેઠા જ રહ્યા, વટાણા ફોલી શકતા ન હતા! અન્ય એક યુઝરે લખ્યું કે વટાણાનું સ્મગલિંગ થઇ રહ્યું છે.ટ્વીટ સામે આવ્યા પછી તેમણે અન્ય અધિકારીઓને કહ્યું કે આ તાજા વટાણા તેમણે 40 રૂપિયા પ્રતિ કિલો ખરીદ્યા છે.

Krishna Patel