આ અભિનેત્રીની અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે થવાની હતી સગાઇ, હવે તૂટી શકે છે સંબંધ…

આ દિગ્ગજ અભિનેત્રી અફઘાની ક્રિકેટર સાથે….ઉફ્ફ્ફ હવે આવી ગઈ ખતરામાં- જાણો વિગત

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદી ત્યાંના નાગરિકોમાં ભયનો માહોલ છે, એટલું જ નહિ અફઘાનિસ્તાનથી લગાવ અને જુડાવ રાખનાર લોકો પણ કોઇના કોઇ કારણસર ગભરાયેલા છે. આવું જ કંઇક હાલ ટીવી અભિનેત્રી અને બિગબોસ ફેમ અર્શી ખાનનો છે. તે જલ્દી જ અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે લગ્ન કરવાની હતી, પરંતુ ત્યાના હાલાત જોઇ તે ગભરાઇ ગઇ છે.

અર્શી ખાનનું કહેવુ છે કે, તે એક અફઘાન ક્રિકેટર સાથે સગાઇ કરવાની હતી, જેને તેના પિતાએ પસંદ કર્યો હતો અને હવે તેને ડર છે કે અફઘાનિસ્તાનના તાલિબાનના કબ્જાને કારણે તેના પરિવારને સગાઇ રદ કરવી પડી શકે છે. તેણે કહ્યુ કે, ઓક્ટોબરમાં મારે અફઘાનિસ્તાનના એક ક્રિકેટર સાથે સગાઇ કરવાની હતી. તેને મારા પિતાએ પસંદ કર્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ અમારે સંબંધ ખ્તમ કરવો પડી શકે છે.

અર્શી ખાને કહ્યુ કે, તે તેના થનારા મંગેતરના સંપર્કમાં હતી. તેને ડર છે કે તેના પરિવારને સગાઇ રદ કરવી પડી શકે છે. તેણે કહ્યુ કે, તે મારા પિતાના મિત્રનો દીકરો છે. અમે પણ મિત્રોની જેમ વાત કરી રહ્યા છે પરંતુ મને હવે વિશ્વાસ છે કે મારા પેરેન્ટ્સ મારા માટે એક ભારતીય પાર્ટનર શોધશે.

અર્શી ખાાને કહ્યુ કે, તેના પરિવારની જડો અફઘાનિસ્તાનમાં છે. તેણે કહ્યુ, હું એક અફઘાની પઠાણ છુ અને મારો પરિવાર યૂસુફજઇ જાતીય સમૂહથી છે. મારા દાદા અફઘાનિસ્તાનથી ચાલી ગયા હતા અને ભોપાલમાં એક જેલર હતા. મારી જડો અફધાનિસ્તાનમાં છે પરંતુ હું એક ભારતીય નાગરિક છુ, જેમ કે મારા માતા-પિતા અને દાદા-દાદી.

Shah Jina