રોકડની રાણી અર્પિતા મુખર્જીની હાલત હવે સતત થઇ રહી છે ખરાબ, પહેલા EDની કસ્ટડીમાં ધ્રુસકે ધ્રુસકે રડી અને હોસ્પિટલમાં પડતા પગમાં થઇ ઇજા

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ મમતા સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટર્જી અને તેમની નજીકની સહયોગી અર્પિતા ચેટર્જી વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે. અર્પિતા મુખર્જી અંગે EDએ દાવો કર્યો છે કે પાર્થ ચેટર્જીએ મંત્રી તરીકે તેમનું તમામ કાળું નાણું તેમના દ્વારા ડાયવર્ટ કર્યું હતું. તાજા સમાચાર એ છે કે ED દ્વારા અટકાયત કરાયેલી અર્પિતા મુખર્જીને શુક્રવારે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે તેને કારમાંથી ઓફિસ લઈ જવામાં આવી રહી હતી ત્યારે અર્પિતા મુખર્જી ખૂબ રડવા લાગી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એમ પણ કહેવામા આવી રહ્યું છે કે જયારે અર્પિતાને હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ જવામાં આવી રહી હતી ત્યારે તે બેભાન થઈને પડી ગઈ હતી અને તેના કારણે તેના પગમાં પણ ઈજાઓ થઇ છે. સામે આવેલા વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે અર્પિતાને હોસ્પિટલ લાવતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા પણ લાગે છે. તમને જણાવી દઈએ કે કોર્ટના આદેશ ઉપર પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 48 કલાકમાં જ મેડિકલ ચેકઅપ કરાવવાનું છે.

ડાયમંડ સિટીના ફ્લેટમાંથી ગુમ થયેલી અર્પિતા મુખર્જીના ચાર વાહનોમાંથી બે વાહનો અર્પિતા મુખર્જીના નામે છે. તેમાં હોન્ડા સિટી (WB 06T 6000) અને Audi (WB 02AB 9561)નો સમાવેશ થાય છે. આ કાર દ્વારા નોટોનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની આશંકા છે. EDએ તેની તપાસ ઝડપી બનાવી છે. આ ઉપરાંત વધુ એક મોટો ખુલાસો થયો છે કે તપાસ અધિકારીઓને અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી ટોય સહિતની વાંધાજનક વસ્તુઓ મળી આવી છે.

અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી કેટલાય ટોય મળી આવ્યા છે. ચાંદીની વાટકી પણ મળી આવી હતી. ચાંદીના વાસણો બહુ મોંઘા નથી હોતા, પરંતુ આ ચાંદીના બાઉલની વધુ સામાજિક બાજુ છે. બંગાળીમાં, નવા પરણેલા યુગલને ચાંદીનો બાઉલ આપવામાં આવે છે. આ એક પ્રાચીન પરંપરા છે, જેમાં દીવો પ્રગટાવીને આવનારી પેઢીને દુનિયાની સામે લાવવાની ઈચ્છા કરવામાં આવી છે. આ બધી વસ્તુઓ અર્પિતાના ફ્લેટમાં કેમ આવી તે અંગે મૂંઝવણ છે.

આ પહેલા ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને અર્પિતા મુખર્જીના અન્ય એક ફ્લેટ વિશે જાણકારી મળી હતી. આ ફ્લેટ કોલકાતા એરપોર્ટ નજીક ચિનાર પાર્કમાં છે. અહીં રોયલ રેસિડેન્ટ બિલ્ડિંગના ચોથા માળે ફ્લેટ નંબર 404 અર્પિતા મુખર્જીના નામે છે. આ બિલ્ડિંગના એકાઉન્ટન્ટના જણાવ્યા અનુસાર, આ ફ્લેટમાં અર્પિતાને મેઇન્ટેનન્સ ચાર્જ તરીકે પણ ઘણા રૂપિયા આપવાના છે. અર્પિતાને અનેક વખત મેઈલ કર્યા બાદ પણ કોઈ જવાબ મળ્યો ન હતો.

Niraj Patel