ભાઇજાનની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે થઇ લાખોની ચોરી, ડાયમંડ જ્વેલરી ગાયબ- આ વ્યક્તિએ કરી ચોરી

આ વ્યક્તિએ ચોરી સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની 5 લાખની ડાયમંડ જ્વેલરી, પોલિસે દબોચ્યો

Arpita’s Diamond Earrings Stolen : સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચોરે તેની 5 લાખની કિંમતની હીરાની બુટ્ટી ચોરી હતી અને આ ચોર કોઇ બીજો નહિ પણ અર્પિતાનો સ્ટાફ મેમ્બર હોવાનું સામે આવ્યું. અર્પિતાના ઘરમાં 16 મેના રોજ ચોરી થઈ હતી અને તે જ રાત્રે પોલીસે ચોરની ધરપકડ કરી હતી. કાનની બુટ્ટી ગુમ થયા બાદ અર્પિતા ખાને ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અર્પિતા ખાન શર્માએ પોલીસને જણાવ્યું હતું કે તેની હીરાની બુટ્ટી મેક-અપ ટ્રેમાં રાખવામાં આવી હતી અને ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. કાનની બુટ્ટીની કિંમત 5 લાખ રૂપિયા હતી. પોલીસે આ કેસમાં સંદીપ હેગડે નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સંદીપ અર્પિતા ખાનના ઘરે હાઉસકીપર તરીકે કામ કરતો હતો. તે છેલ્લા ચાર મહિનાથી જ અર્પિતાના ઘરે કામ કરતો હતો. સંદીપ વિલે પાર્લે પૂર્વમાં આવેલી અંબેવાડી ઝૂંપડપટ્ટીનો રહેવાસી છે.

તે અર્પિતાના ઘરે 11 લોકોની ટીમ સાથે કામ કરી રહ્યો હતો. હીરાની બુટ્ટીની ચોરી કર્યા બાદ સંદીપ ઘરમાં કોઈને જાણ કર્યા વગર ફરાર થઈ ગયો હતો. ફરિયાદ બાદ પોલીસ તપાસમાં લાગી અને પછી સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. અહેવાલો અનુસાર ખાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે અર્પિતા ખાર સ્થિત 17th Road પર એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહે છે. અર્પિતાનો નોકર તેની હીરાની બુટ્ટી ચોરીને ભાગી ગયો હતો.

સંદીપ હેગડે ટેક્નિકલ અને અન્ય બાબતોની મદદથી ઝડપાયો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જ્યારે અર્પિતાની ફરિયાદ બાદ પોલીસે સંદીપ હેગડેને પકડ્યો ત્યારે તેના ઘરમાંથી ચોરેલી હીરાની બુટ્ટી પણ મળી આવી. સંદીપ હેગડે પર આઈપીસી કલમ 381 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

Shah Jina