આ આર્મી ઓફિસરે રિટાયર્ડ થતા પહેલા પોતાની માતાને કરી સલામ… વીડિયોએ જીત્યા લાખો લોકોના દિલ.. જુઓ તમે પણ..

મમ્મીને સેલ્યુટ કરી રહેલા આ આર્મી ઓફિસરના વીડિયોએ જીત્યા લાખો દિલ, રિટાયર્ડ થતા પહેલા જ કર્યું દિલ જીતી લેનારું કામ.. જુઓ

મા અને દીકરા વચ્ચેનો પ્રેમ પોતાનામાં અજોડ છે. સોશિયલ મીડિયામાં પણ માં અને દીકરાના પ્રેમના ઘણા બધા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે, જેમાં મા અને દીકરાનો પ્રેમ ઘણા લોકોના દિલ જીતતો હોય છે. ત્યારે હવે  મા-દીકરાનો એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ખુશ થઈ જશો. આ વીડિયોમાં આર્મી ઓફિસર દીકરો નિવૃત્તિ થતા પહેલા તેની માતાને સલામ કરી રહ્યો છે.

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે પણ આ વીડિયો જોયા પછી તમારી લાગણીઓ પર કાબૂ નહીં રાખી શકો. વાસ્તવમાં આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર રંજન મહાજન નામના યુઝરે શેર કર્યો છે. તેમની પ્રોફાઈલ જોઈને લાગે છે કે તેઓ સેનામાંથી નિવૃત્ત થઈ ગયા છે અને સિનિયર હોદ્દા પર હતા. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે “તે આ માટે અંબાલાથી દિલ્હી સુધી ચાલીને ગયા અને નિવૃત્ત થતા પહેલા તેમણે તેની માતાને છેલ્લી વાર સલામ કરી.

વીડિયોમાં જોવા મળે છે કે તે તેમના ઘરે પહોંચે છે અને એક મહિલા દરવાજો ખોલે છે, ત્યારબાદ તે સીધા તેમની માતા પાસે જાય છે. તેમની માતા સોફામાં બેઠી છે અને તેમને જોઈને ખુશ થઇ જાય છે. તે પછી આર્મી ઓફિસર તેમની માતાની સામે ઉભા રહે છે અને પછી તેમને સલામ કરે છે. પહેલા માતા આશ્ચર્યચકિત થાય છે, તે પછી તેઓ તેને ગળે લગાવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ આખું દ્રશ્ય કોઈએ કેમેરામાં કેદ કરી લીધું. તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી કારણ કે આ પછી તે હવે આર્મી ડ્રેસમાં જોવા મળશે નહીં. આ સલામ તેમની છેલ્લી સલામ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

Niraj Patel