એક્ટર અર્જુન કપૂરે 18 વર્ષના દીકરાની મમ્મી સાથે ચાલતા લફરાંને લઈને કહ્યું કે

૩૫ વર્ષના Arjun Kapoor એ ૪૭ વર્ષના મલાઈકા આંટી સાથે પ્રેમ સંબંધ વિશે આપ્યું એવું નિવેદન કે…

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે તે ખૂબ મહત્વનું છે કે સંબંધોમાં કોઈ સીમા હોય અને એક બીજા ને સંપૂર્ણ માન આપે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ તેમના અભિનયને લઈને ચર્ચામાં રહેતી હોય છે જ્યારે ઘણી અભિનેત્રીઓ અભિનય કરવામાં સફળ ન રહી હોય, પરંતુ તે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. મલાઈકા અરોરા આવી જ એક અભિનેત્રી છે.

મલાઈકાને ભલે તમે કોઈ મોટી ફિલ્મમાં ન જોઈ હોય પરંતુ તે ઘણી વાર ચર્ચામાં રહે છે. અત્યારે તે અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે ઘણી ચર્ચામાં છે.

બંને ઘણી બી-ટાઉન પાર્ટીઓમાં સાથે જોવા મળે છે અને ઘણીવાર બંને વેકેશન કરવા પણ જાય છે મલાઈકાએ ઘણી વાર અર્જુન સાથે તેના તસવીર શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો છે.

હવે એક ઇન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા વિશે વાત કરી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તે મલાઈકા અરોરાના ભૂતકાળનું ખૂબ માન આપે છે અને ખુલ્લા મંચ પર આ અંગે વાત કરવાનું ટાળે છે.

જણાવી દઈએ કે મલાઇકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 2017 માં છૂટાછેડા લીધા હતા. બંનેને એક પુત્ર અરહાન પણ છે. છૂટાછેડા પછી મલાઇકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. તેમજ અરબાઝ ખાન જોર્જિયા એંડ્રેનિયા સાથે રિલેશનમાં છે.

અર્જુન કપૂર ટૂંક સમયમાં મોહિત સુરીની ફિલ્મ “એક વિલન 2” માં જોવા મળશે. આ ફિલ્મમાં તારા સુતારિયા તેની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, તારા સુતરિયા અને દિશા પટની પણ છે.

અર્જુન કપૂરે કહ્યું, ‘હું તેની સાથે કામ કરીને ઘણું શીખીશ. સિક્કલ કરવાનું, ફ્રેન્ચાઇઝી કરવું અને સાથી કલાકારો સાથે કામ કરવું એ એક વિશાળ તક છે.

Patel Meet