એક સવાલ પર એવો ભડકી ગયો અર્જુન કપૂર કે ચાલુ ઇન્ટરવ્યુએ મારી દીધો લાફો અને કેમેરો પણ તોડી નાખ્યો? જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

મલાઈકાના 12 વર્ષ નાના પ્રેમીએ મગજ ગુમાવ્યો, એવો સવાલ પુછાયો કે ગુસ્સામાં ધુંવાપુવા થઈને એક કાનની નીચે થપ્પડ મારી, જુઓ પ્રેન્ક વીડિયો

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. જયારથી તેના અને મલાઇકા અરોરાના રિલેશનની ખબરો સામે આવી ત્યારથી તેને અવાર નવાર મલાઇકા કરતા ઉંમરમાં નાના હોવાને કારણે ટ્રોલ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર તેમને મા-દીકરાની જોડી કહીને પણ ટ્રોલર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવે છે. જો કે, તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને આવી વાતોને અવગણે છે.

જો કે, હાલ અર્જુન મલાઇકાને લઇને નહિ પરંતુ પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં આવ્યો છે. તેનો એક વીડિયો યૂટયૂબ પર શેર કરવામાં આવ્યો છે, જે જોયા બાદ સ્પષ્ટ છે કે અર્જુન ખૂબ જ જલ્દી પોતાનો મૂડ બદલી નાખે છે અને કોઈપણ પાત્રને જીવવા લાગે છે. જો કે, આ અર્જુન કપૂરનો ઘણો જૂનો વીડિયો છે. આ વીડિયોમાં અર્જુન કપૂર ગુસ્સામાં જોવા મળી રહ્યો છે અને આરજે અર્પિતને સવાલ પૂછ્યા બાદ તે તેને થપ્પડ મારે છે અને કેમેરા પણ તોડી નાખે છે.

અર્જુન કપૂરનો આ વીડિયો વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કી એન્ડ કા’ના પ્રમોશન દરમિયાનનો છે. આ દરમિયાન અર્જુન આરજે અર્પિત સાથે વાત કરતો જોવા મળે છે. તે જ સમયે જ્યારે આરજેએ તેને પ્રશ્ન પૂછ્યો કે, ‘અર્જુન કેરેક્ટર વેરેક્ટર માર્કેટમાં ખતમ થઈ ગયા છે શું, કે છોકરીવાળુ કેરેક્ટર કરી રહ્યો છે.’ આ સવાલ સાંભળીને અર્જુન કપૂર ખૂબ ગુસ્સે થઈ જાય છે અને RJ અર્પિતને થપ્પડ મારી દે છે.અર્જુન કપૂર આરજેને કહે છે, ‘આ શું સવાલ છે, કેમેરા બંધ કરો, કેમેરા બંધ કરો.’

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે કલાકાર એટલો ગુસ્સામાં આવી જાય છે કે તે કેમેરો પણ તોડી નાખે છે. આ વિડીયો જોયા બાદ દરેક લોકો ખુબ જ આશ્ચર્યમાં છે. જો કે તમને જણાવી દઈએ કે આ એક PRANK વીડિયો છે. ફિલ્મ ‘કી એન્ડ કા’ 1 એપ્રિલ 2016ના રોજ રીલિઝ થઈ હતી. આવી સ્થિતિમાં અર્જુન કપૂર અને આરજે અનમોલ ફેન્સ સાથે ફૂલ ડે સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા.

Shah Jina