વાહ આ સુરતના આર્કીટેક PM મોદીના જન્મ દિવસ પર આપશે ખાસ ભેટ, 7200 ડાયમંડથી બનાવ્યું મોદીજીનું પોટ્રેટ, જુઓ વીડિયો

સુરતના આ આર્કિટેક પીએમ મોદીના જન્મ દિવસ પર 7200 હીરા જડિત પોટ્રેટ આપશે ભેટમાં, તેની પાછળનું કારણ છે ખુબ જ અનોખું, જુઓ વીડિયો

Architect Created Stunning Portrait Of Narendra Modi : ભારતના પ્રધાનમંત્રી મોદીજીનું નામ આજે દેશ અને દુનિયાના ખુબ જ મોટું બની ગયું છે. દુનિયાભરના લોકો પીએમ મોદીને મળવા માટે ઉત્સુક રહેતા હોય છે અને તે જ્યાં પણ જતા હોય છે ત્યાં છવાઈ જતા હોય છે. ત્યારે લોકો પણ પીએમ મોદીને અવનવી ભેટ આપવા માટે હંમેશા તત્પર હોય છે. ત્યારે હાલ સુરતના એક આર્કિટેક પીએમ મોદીના જન્મ દિવસ પર તેમને એક એવી ભેટ આપવા માટે જઈ રહ્યા છે જેની ચર્ચા હાલ આખા દેશમાં થઇ રહી છે અને તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

17 સપ્ટેમ્બરના રોજ છે પીએમ મોદીનો જન્મ દિવસ :

17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીનો જન્મ દિવસ છે. ત્યારે તેમના આ જન્મ દિવસે સુરતના આર્કીટેક વિપુલ જેપી વાલાએ 7200 જેટલા હીરા દ્વારા તેમનું એક ખાસ પોટ્રેટ બનાવ્યું છે અને આ પોટ્રેટને તેઓ પીએમના જન્મ દિવસ પર તેમને પોતાના હાથે ભેટ આપવા ઈચ્છે છે. તેઓ જો આ પોટ્રેટને જાતે ના આપી શકે તો પહોંચાડવાની ઈચ્છા પણ તેમની છે. તેઓ વ્યવસાયે એક આર્કીટેક એન્જીનીયર છે. તેમને અત્યાર સુધીમાં ઘણા બધા ઘરમાં ઇન્ટિયર ડિઝાઇનનું કામ કર્યું છે.

સુરતના આર્કિટેકે તૈયાર કર્યું પોટ્રેટ :

ત્યારે થોડા દિવસ પહેલા તેમને કંઈક અનોખું કરવાનો વિચાર આવ્યો અને તેમને આ ડાયમંડ પોટ્રેટ પીએમ મોદી માટે બનાવ્યું. તેમને અત્યાર સુધી ઝરીમાંથી પીએમ મોદીના અલગ અલગ પ્રકારના 9થી વધુ પોટ્રેટ પણ બનાવ્યા છે. પીએમ મોદીના જન્મ દિવસે તેમને ભેટ આપવા માટે બનાવવામાં આવેલા હીરા જડિત આ પોટ્રેટને બનાવવા માટે વિપુલ વાલાને સાડા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. આ પોટ્રેટમાં તેમને અલગ અલગ પ્રકારના 3 રંગના ડાયમંડનો ઉપયોગ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

72 વર્ષ પૂર્ણ થવા પર લગાવ્યા 7200 ડાયમંડ :

એકદમ અસલી ડાયમંડ જેવા લગતા આ અમેરિકન ડાયમંડથી તેમને દાઢી, વાળ તેમજ સફેદ રંગ ચેહરા માટે અને સ્કિન કલર તેમજ સૂટ માટે પણ અલગ ડાયમંડનો ઉપયોગ કર્યો છે. આ ડાયમંડને પોટ્રેટ પર ચોટાડવા માટે તેમને ખાસ પ્રકારના ગમનો પણ ઉપયોગ કર્યો છે.  જયારે આ પોટ્રેટ પર લાંબા સમય સુધી ડાયમંડ ચોંટેલા રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ પણ તેમને વાપરી છે. પીએમ મોદી પોતાના જીવનના 72 વર્ષ પૂર્ણ કરતા હોવાના કારણે વિપુલ વાલાએ પણ 7200 ડાયમંડથી આ અદભુત પોટ્રેટ બનાવ્યું.

Niraj Patel