અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ સાથે બર્થ ડે લંચ ડેટ માટે થયા સ્પોટ, જોર્જિયાના ગ્લેમરસ અવતારે લૂંટી મહેફિલ

ઉફ્ફ્ફ…અરબાઝની નવી ગર્લફ્રેન્ડ સામે મલાઈકા તો પાણી ભારે છે, જુઓ બ્યુટીફૂલ PHOTOS

અરબાઝ ખાને બુધવારે 4 ઓગસ્ટે જ પોતાનો 54મો જન્મદિવસ મનાવ્યો. આ દરમિયાન તેમની ગર્લફ્રેન્ડ અને મોડલ-અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાનીએ તેમના માટે બર્થ ડે લંચ પ્લાન કર્યુ. બંનેની ઘણી તસવીરો અને વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તસવીરોમાં બંનેની જોડી ખૂબ જ સરસ લાગી રહી છે. (Image Credit/Instagram-filmygyan)

જોર્જિયા એન્ડ્રિયાનીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે અને અરબાઝ ખાનને બર્થ ડે વિશ કર્યુ છે. તેણે તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ છે કે, હેપ્પી બર્થ ડે અરબાઝ અને સાથે હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યુ છે. જોર્જિયા દ્વારા જે તસવીર શેર કરવામાં આવી છે, તેમાં તેણે અરબાઝના ખભા પર માથુ રાખ્યુુ છે.

સોશિયલ મીડિયા પર જોર્જિયા અને અરબાઝ ખાનના લંચ ડેટની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. બંનેએ આ દરમિયાન ફોટોગ્રાફર્સને જોઇ ઘણી તસવીરો ક્લિક કરાવી હતી. જોર્જિયાએ તસવીર શેર કર્યા ઉપરાંત ઇન્સ્ટા સ્ટોરી પર વીડિયો પણ શેર કર્યા હતા, જેમાં જોઇ શકાય છે કે, અરબાઝ ખાન માટે મુંબઇના એક રેસ્ટોરન્ટમાં બર્થ ડે લંચ રાખવામાં આવ્યુ હતુ.

જોર્જિયા એંડ્રિયાનીએ અરબાઝ ખાન માટે આ સપ્રાઇઝ પ્લાન કર્યુુ હતુ. બંનેના આઉટફિટની વાત કરીએ તો, અરબાઝે બ્લૂ જીન્સ સાથે ટી શર્ટ કેરી કરી હતી અને જોર્જિયા સુપર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તેણે બ્રાલેટ ટોપ અને ફિટેડ કટલાઇન સ્કર્ટ સાથે જેકેટ કેરી કર્યુ હતુ, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી હતી.

જોર્જિયા એંડ્રિયાની વર્ષ 2018માં એ સમયે હેડલાઇનમાં આવી હતી, જયારે તેની અરબાઝ ખાન સાથેની તસવીરો વાયરલ થઇ હતી. અરબાઝ ખાને વર્ષ 2019માં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, તે જોર્જિયા એંડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. અરબાઝ ખાનના પહેલા લગ્ન અભિનેત્રી મલાઇકા અરોરા સાથે થયા હતા. લગ્ન બાદ તેઓને એક દીકરો પણ છે. દીકરો તલાક બાદ મલાઇકા સાથે રહે છે.

મલાઇકા પણ તેના અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધને ઓફિશિયલ કરી ચૂકી છે. તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, અરબાઝ આ દિવસોમાં તેના ટોક શો “પિંચ”ના બીજા સિઝનને કારણે ઘણો ચર્ચામાં છે, આ શોમાં સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સ નજર આવી ચૂક્યા છે.

જોર્જિયા “વેલકમ ટુ બજરંગપુર”થી બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેણે વેબ સીરીઝ “કૈરોલિન એંડ કામાક્ષી”થી અભિનયમાં ડેબ્યુ કર્યુ હતુ. તે જલ્દી જ “શ્રીદેવી બંગલો”માં જોવા મળશે. તે ફિલ્મમાં એક ધમાકેદાર આઇટમ નંબર કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Shah Jina