એઆર રહેમાનની લાડલી બંધાઇ સગાઇના તાંતણે, ઓડિયો એન્જીનિયર રિયાસદીન બની રહ્યા છે એઆર રહેમાનના જમાઇ

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના બાદશાહ એઆર રહેમાનની દીકરી ખીતિજાએ વર્ષ 2022ની શરૂઆતમાં ચાહકોને એવું સરપ્રાઈઝ આપ્યું છે, જેનાથી ફેન્સ ચોંકી ગયા છે. એઆર રહેમાનની પુત્રી ખાતિજાની સગાઈ થઈ ગઈ છે અને તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ ખુશખબર આપી છે. ખાસ વાત એ છે કે ખાતિજાએ તેના જન્મદિવસે એટલે કે 29 ડિસેમ્બરે સગાઈ કરી હતી અને હવે તેણે ન્યુ યર બાદ આ વિશે માહિતી આપી છે.

ખાતિજાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે તેના સુંદર દેખાવ અને તેના જીવનસાથી વિશે જણાવ્યું છે. ખાતિજાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે, જેમાં એક તરફ ખાતિજાની તસવીર છે અને બીજી તરફ તેના મંગેતર રિયાસદ્દીન શેખ મોહમ્મદની તસવીર છે.

રિયાસદીન વ્યવસાયે ઓડિયો એન્જિનિયર છે. તસવીરમાં જોઈ શકાય છે કે ખાતિજા પિંક કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન તેણે પોતાનો ચહેરો માસ્કથી ઢાંક્યો છે પરંતુ તેનુ માસ્ક તેના આઉટફિટ સાથે મેચ થઈ રહ્યુ છે. ત્યાં રિયાસદ્દીન શેખ મોહમ્મદની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર છે, જેમાં તે સ્માર્ટ દેખાઈ રહ્યો છે. ખાતિજાએ આ તસવીર સાથે ક્યૂટ કેપ્શન પણ આપ્યું છે, જેમાં તેણે પોતાની નવી જર્ની માટે ખુશી વ્યક્ત કરી છે. ખાતિજાએ લખ્યું, ‘ઈશ્વરના આશીર્વાદ સાથે, ઉદ્યોગસાહસિક અને ઓડિયો એન્જિનિયર રિયાસદ્દીન શેખ મોહમ્મદની સગાઈની જાહેરાત કરતા આનંદ થાય છે.

મારા જન્મદિવસે 29મી ડિસેમ્બરે સગાઈ થઈ હતી, જેમાં પરિવાર અને નજીકના લોકો સામેલ થયા હતા.’ હવે ચાહકોથી લઈને સેલેબ્સ ખાતિજાને અભિનંદન આપી રહ્યા છે. થોડા સમય પહેલા એઆર રહેમાનની પુત્રી ખાતિજાને તસ્લીમા નસરીન દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. જો કે, ખાતિજાએ તસ્લીના નસરીનને જવાબ આપતાં કહ્યું હતું કે મારાં કપડાં જોઈને તને ગૂંગળામણ થાય છે, તો જાવ અને સ્વચ્છ હવા ખાઓ. હું મારા કપડાંમાં ગૂંગળામણ અનુભવતી નથી, પણ મને ગર્વ છે.

બે વર્ષ પહેલા એઆર રહેમાને દીકરી ખાતિજાના બુરખા પહેરવાના વિવાદ પર પોતાનું મૌન તોડતાં કહ્યું હતું કે- મારી દીકરીએ ગીત ગાયું અને તેને ઘણો પ્રેમ મળ્યો. મારા બાળકોનો ઉછેર એવી રીતે થયો છે કે તેઓ સારા અને ખરાબ વચ્ચેનો તફાવત જાણે છે અને તેઓ જે ઇચ્છે છે તે કરવા માટે સ્વતંત્ર છે. ખાતિજાનો બુરખો પહેરવો એ ધાર્મિક મહત્વ સાથે સંબંધિત નિર્ણય છે અને તે પહેરવા માંગે છે કારણ કે તે પહેરે છે. શું પહેરવું શું ના પહેરવું તે તેનો નિર્ણય છે. હું ટીકાઓ માટે કોઈની સામે દ્વેષ રાખતો નથી.

 

View this post on Instagram

 

A post shared by 786 Khatija Rahman (@khatija.rahman)

Shah Jina