OMG! Apple વોચે બચાવ્યો યુવકનો જીવ, અકસ્માત બાદ ઘડિયાળે જાતે જ પોલીસને કર્યો ફોન

એક મિત્રની જેમ ઘડિયાળે યુવકની કરી મદદ, જાણીને ઘરવાળા પણ ચોંકી ગયા

ઘણી વખત આપણે શોખ માટે ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદીએ છીએ અને તેમના ફિચર્સ વિશે ખાસ ધ્યાન આપતા નથી. જોકે આ ઉપકરણો અમુક સમયે જીવન બચાવનાર સાબિત થઈ શકે છે. આવી એક ઘટના સામે આવી છે સિંગાપોરથી, જ્યાં એક 24 વર્ષનો વિદ્યાર્થી બાઇક ચલાવતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો, ત્યારે આવજ એક ડિવાઈઝે તે છોકરાનો જીવ બચાવ્યો હતો.

24 વર્ષનો મોહમ્મદ ફિત્રી સિંગાપોરમાં અભ્યાસ કરે છે. તે પોતાની મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો ત્યારે તે એક વાન સાથે અથડાયો અને તે રસ્તા પર પડી ગયો. આ ઘટના બાદ મોહમ્મદ ફિત્રી ભાનમાં ન હતો, પરંતુ તેમના હાથમાં બાંધેલી એપલ વોચ તેમની હિલચાલ પર નજર રાખી હતી. ઝટકાથી પડ્યા બાદ જ્યારે ફિત્રીએ લાંબા સમય સુધી કોઈ હલનચલન ન કર્યું, ત્યારે ઘડિયાળ પુરી એક્શનમાં આવી ગઈ અને કોઈ મિત્રની જેમ ફિત્રીનો જીવ બચાવ્યો.

પોલીસ અને પરિવારને ફોન કર્યો : એપલ સ્માર્ટવોચે અકસ્માતની ઘટના રેકોર્ડ કરી લીધી અને પછી યુવકમાં કોઈ હલનચલન થતા તેણે જાણી લીધુ કે તે હોંશમાં નથી. આ પછી તેના ઓટોમેટિક પ્રોગ્રામિંગ દ્વારા ઘડિયાળએ પહેલા ઈમરજન્સી સેવાને કોલ કર્યો અને પછી મોહમ્મદ ફિત્રીના કેટલાક પ્રાથમિક કોન્ટેક્ટને પણ કોલ કર્યો.

એક અહેવાલ મુજબ વિદ્યાર્થીના પરિવારના સભ્યોએ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે રસ્તા પર બીજું કોઈ હાજર નહોતું. તેને પાછળથી ખબર પડી કે તેને અકસ્માત વિશે જાણ કરનાર એક ઘડિયાળ હતી. જો ઘડિયાળે સમયસર અકસ્માતની જાણ ન કરી હોત તો કદાચ મોહમ્મદ ફિત્રીની હાલત વધુ ખરાબ થઈ હોત.

સિંગાપોર સિવિલ ડિફેન્સ ફોર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે 8:20 વાગ્યે બની હતી અને માહિતી મળતા જ મોહમ્મદ ફિત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એપલ સ્માર્ટવોચની ચોથી શ્રેણીમાં, આ સુવિધા આપવામાં આવી છે કે તે શરીરની હિલચાલ તેમજ અચાનક પડી જવાની ઘટનાને ઓળખી શકે છે અને એલાર્મ આપી શકે છે.

એક મિનિટ માટે કોઈ હલનચલન ન થયા પછી, ઘડિયાળ ઈમરજન્સી સેવા અને ખાસ કોન્ટેક્ટને કોલ કરી દેશે. હવે એપલ સિવાય સેમસંગ ગેલેક્સી વોચ 3 માં ઈમરજન્સી કોલિંગની સુવિધા પણ આપવામાં આવી છે.

YC