Appleએ બનાવી ધાંસુ સ્માર્ટ બોટલ, જે તમને જણાવશે તમારે ક્યારે અને કેટલું પાણી પીવુ જોઈએ

આજે સમગ્ર વિશ્વમાં અનેક નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. જેનાથી લોકોના જીવનમાં ઘણું પરિવર્તન પણ આવ્યું છે. માર્કેટમાં એવા એવા ડિવાઈઝ આવ્યા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં ગરમીની સિઝન ચાલી રહી છે એવામાં શરીરને તંદુરસ્ત રાખવા પાણીની ખુબ જરૂર પડે છે. એવામાં એપલ કંપનીએ એક સ્માર્ટ વોટર બોટલ બનાવી છે.

એપલ કંપનીએ HidrateSpark નામની બે પાણીની બોટલ માર્કેટમાં મુકી છે. જે યૂઝરને એ વાતની જાણકારી આપશે કે તમારે કેટલુ પાણી પીવુ જોઈએ. આ બોટલને એપલ હેલ્થ એપ સાથે સિંક કરાવી શકાય છે. આ બન્ને બોટલ સ્ટ્રો લિડની સાથે નીચે એલઈડી પકની સાથે આવે છે, જે વપરાશકર્તાને આખો દિવસ પાણી પીવાનું યાદ કરાવવા માટે લાઈટ ચાલું કરતી રહે છે. પકના રંગ અને પેટર્નને યૂઝરની પસંદગી પ્રમાણે કસ્ટમાઈઝ કરી શકાય છે.

બોટલ્સ બ્લૂટૂથના માધ્યમથી HidrateSpark એપમાં સિંક કરીને પાણીના સેવનને ટ્રેક કરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે બોટલ્સ યૂઝરના શરીર અને ગતિવિધિ સ્તરના આધારે એક વ્યક્તિગત હાઈડ્રેશન ગોલ કેલ્ક્યુલેશન અને એડજસ્ટમેન્ટ કરે છે. સેન્સર પક ટ્રેક કરે છે કે યૂઝર કેટલા ઓંસ કે મિલીલીટર પાણી પીવે છે અને પછી તેને તમારા મોબાઈલ આઈફોન,આઈપેડ અને એપલ વોચ પર એપના માધ્યમથી રેકોર્ડ કરે છે.

તેના ફિચર્સ વિશે વાત કરીએ તો એકવાર જ્યારે યુઝર પોતાનુ એકાઉન્ટ બનાવી લે છે તો HidrateSpark એપ એપલ સ્વાસ્થ્યને તેની પર્સનલ જાણકારી અને ચરણ ડેટા સુધી પહોચાડી શકે છે, જેનો ઉપયોગ તે તમારા રોજીંદા હાઈડ્રેશન ગોલને એડજસ્ટ કરે છે. એપના માધ્યમથી યૂઝર જોઈ શકશે કે તમે કેટલુ પાણી પીધુ છે. એપમાં બધો ડેટા સરળતાથી મળી જશે.

6,129 રુપિયાની કિંમતે HidrateSpark PRO STEEL સિલ્વર અને બ્લેક કલરના ઓપ્શનમાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પાણીની બોટલ સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. આ ઉપરાંત HidrateSpark PRO ગંધ પ્રતિરોધક ટ્રાઇટોન પ્લાસ્ટિકથી બનેલું છે અને તેની કિંમત 4,596 રૂપિયા છે. સ્માર્ટ વોટર બોટલ ગ્રીન અને બ્લેક એમ બે રંગ ઉપલબ્ધ છે.

YC