દીકરીને છાતીએ વળગાડીને એરપોર્ટ ઉપર સ્પોટ થઈ અનુષ્કા શર્મા, સાથે જોવા મળ્યો વિરાટ કોહલી, તસવીરો થઇ વાયરલ

પરી જેવી દીકરીને છાતીએ વળગાડીને એરપોર્ટ પર દેખાઈ અનુષ્કા શર્મા- જુઓ બ્યુટીફૂલ તસવીરો

IPLની 14મી સીઝનની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓનો રોમાન્ચ પણ સાતમા આસમાને પહોંચ્યો છે. આ સીઝનની અંદર અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન જો કોઈ ટીમનું રહ્યું હોય તો તે છે રોયલ ચેલેન્જર બેંગ્લોર. બેંગ્લોરની ટીમ તેના ત્રણેય મુકાબલા જીતી ચુકી છે.

ચેન્નાઇની અંદર કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે જીત મેળવ્યા બાદ હવે રોયલ ચેલેન્જર્સની ટિમ મુંબઈ આવી ગઈ છે. સોમવારના રોજ આરસીબીના કપ્તાન વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે મુંબઈ એરપોર્ટ ઉપર નજર આવ્યો. જ્યાંની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે.

આ દરમિયાન અનુષ્કા અને વિરાટે ફ્રેશ શિલ્ડ અને માસ્ક લગાવી રાખ્યું હતું. અનુષ્કાએ દીકરી વામિકાને બેબી કેરિયરમાં પોતાની છાતી સાથે લગાવી રાખી હતી. એક હાથથી અનુષ્કા પોતાની દીકરીને પકડેલી જોવા મળી તો બીજા હાથે એક નાની ક્લોથ બેગ.

અનુષ્કાએ સફેદ શર્ટ સાથે બ્લુ ડેનિમ્સ પહેર્યું હતું. તેની તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય છે કે અભિનેત્રી પોતાના બાળકને લઈને કેટલી પ્રોટેક્ટિવ છે.

તો વિરાટ ટીમની ટી શર્ટમાં ફેસ શિલ્ડ અને નેવી બ્લુ માસ્ક લગાવાયેલો જોવા મળ્યો. તે બેગપેક અને ટ્રોલી લઈને પત્ની અને દીકરી સાથે ચાલતો નજર આવ્યો.

અનુષ્કા અને વિરાટ ઉપરાંત એબી ડિવિલિયર્સ પણ પરિવાર સાથે એરપોર્ટ ઉપર સ્પોટ થયો. તે પોતાના ત્રણેય બાળકો સાથે હતો. તેના ખોળામાં તેની દીકરી અને સાથે બંને દીકરા પણ માસ્ક લગાવેલા જોવા મળ્યા.

અનુષ્કાએ માતા બન્યાના થોડા મહિના બાદ જ સેટ ઉપર વાપસી કરી લીધી છે. તેને શૂટિંગ લોકેશનમાં મેકઅપ કરતી તસ્વીર પણ શેર કરી હતી. થોડા દિવસ પહેલા તેને વેનિટી વૅનમાંથી નીકળતા પણ સ્પોટ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

Niraj Patel