અનુષ્કા શર્માએ બતાવ્યો વિરાટ કોહલીનો અસલી ચહેરો, ખુલી ગઈ વિરાટની પોલ, જુઓ વીડિયો

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી હાલ તો આઇપીએલમાં પોતાની ટીમ રોયલ ચેલેન્જર બેગ્લોરને આગળ વધારવામાં લાગી ગયો છે. આરસીબી ઘણા સમય બાદ પ્લે ઓફમાં પહોંચી છે. આ બધા વચ્ચે જ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ એક વીડિયો શેર કર્યો છે જેમાં વિરાટ કોહલીની પોલ ખુલતી જોવા મળી રહી છે.

વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા એક સ્ટાર સેલેબ્સ કપલમાંથી એક માનવામાં આવે છે. અનુષ્કાએ ખુબ જ ટૂંકા સમયમાં બોલીવુડમાં મોટું નામ બનાવી લીધું.  તે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ અનુષ્કાએ વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયલર થઇ રહેલા વીડિયોની અંદર અનુષ્કા વિરાટની ફોટોગ્રાફર બનેલી જોવા મળી રહી છે. જો કે આ વીડિયો એક મોબાઈલ ફોનના કોમર્શિયલ માટે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોની અંદર અનુષ્કા ફોનથી તેના પતિની તસવીરો લેતા જોવા મળી રહી છે. આ વીડિયોની અંદર અનુષ્કાનું વોઇસ ઓવર ખાસ છે, જેમાં તે વિરાટ વિશેની રસપ્રદ વાતો જણાવી રહી છે.

વીડિયોની અંદર અનુષ્કા એ કહેતા સંભળાઈ રહી છે કે, “લોકો હંમેશા વિરાટ કોહલીને ગ્રાઉન્ડ ઉપર જુએ છે, પરંતુ હું જેને જોઉં છું તે એકદમ અલગ છે. હું તેને સારી રીતે ઓળખું છું. તેના આ પાસાએ ફક્ત હું જ જાણું છું. હવે દરરોજ મારા માટે એક નવી સ્ટોરી. વિરાટ પેશન્સ અને પેશનનું પરફેક્ટ બેલેન્સ છે. તે ફની અને કેરિંગ છે. તેની સ્ટોરીની જેમ તેના પેશનના પણ ઘણા પાસા છે. આ પોટ્રેટની નજરથી વિરાટની સ્ટોરી છે.”

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયોને શેર કરતા અનુષ્કાએ લખ્યું છે, “હાર્ડવર્કથી બનેલી સ્ટોરી અને તે પણ પોટ્રેટના માધ્યમથી. દરરોજ વધુ સારા બનાવના પ્રયત્ન કરવાની કહાની. એક એવી સ્ટોરી જેમાં એક વ્યક્તિ પોતાના 100 ટકા પર્ફોમન્સ ગ્રાઉન્ડ ઉપર આપે છે. બહાર પણ આપતો નજર આવે છે. આ વિરાટ કોહલીની સ્ટોરી છે. તેમની સ્ટોરી કેપ્ચર કરવી અને મારા અવાજમાં તેને જણાવવી મારા માટે ખુશીની વાત છે.”

Niraj Patel