મનોરંજન

વધતા વજન, ફુલાયેલા ગાલ અને બેબી બંપ સાથે નજરે આવી અનુષ્કા, પતિના ખભા પર હાથ રાખતી નજરે ચડી થનારી મમ્મી

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ તેના પ્રેગ્નેન્સીના પીરીયડનો આનંદ માણી રહી છે. આટલું જ નહીં પ્રેગનેન્સીમાં તે વધુમાં વધુ સમય ક્રિકેટર અને પતિ વિરાટ કોહલી સાથે વિતાવી રહી છે. આજકાલ તે દુબઈમાં છે. હાલ દુબઇમાં આઇપીએલ 2020 ચાલી રહી છે. આઇપીએલનું ફાઇનલ 10 નવેમ્બરના રોજ છે. એ વાત અલગ જ છે કે અનુષ્કાના પતિ વિરાટની ટિમ આરસીબીની સફર પૂરી થઇ ગઈ છે. તો બીજી તરફ અનુષ્કા સ્ટેડિયમ વિરાટની ટીમનો સપોર્ટ કરતા નજરે ચડી હતી. આ દરમિયાનની ઘણી તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

તસ્વીર જોઈને લાગે છે કે, પ્રેગનેંન્ટ અનુષ્કાનું વજન ઘણું વધી ગયું છે. આટલું જ નહીં પ્રેગ્નેન્સીના કારણે તેનું વજન પણ ઘણું વધી ગયું છે. હાલ અનુષ્કાને 7મોં મહિનો ચાલી રહ્યો છે. અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

પ્રેગનેન્સીમાં અનુષ્કા તેની ડાયેટનું ખાસ ધ્યાન રાખી રહી છે. ફક્ત અનુષ્કા જ નહીં વિરાટ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે, અનુષ્કાએ જમ્યું કે નહીં. થોડા દિવસ પહેલા ક્રિકેટ ગ્રાઉન્ડની એક તસ્વીર વાયરલ થઇ રહી હતી. જેમાં વિરાટ પત્નીને ઈશારામાં જમવાનું પૂછી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા અને વિરાટે આઇપીએલ પહેલા જ તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. બંનેએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી લખ્યું હતું કે, હવે અમે ત્રણ થઇ જઈશું. આ ખબર સાંભળતા જ ફેન્સને શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક જ્યોતિષે ભવિષ્યવાણી કરીને જણાવ્યું હતું કે, કપલના ઘરે દીકરો હશે કે દીકરી. જ્યોતિષએ જણાવ્યું હતું કે, કપલના ચહેરા પર અને જ્યોતિષગણના અનુસાર, સૌથી વધુ ચાન્સીસ દીકરી થવાના છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

થોડા દિવસ પહેલા વિરાટએ પૂછ્યું હતું કે, જાન્યુઆરીમાં તમારા ઘરે નવું મહેમાન આવશે તો તમને કેવું લાગી રહ્યું છે ? આ સવાલના જવાબ આપતા વિરાટે કહ્યું હતું કે, જયારથી આ વિષે જાણ્યું છે ત્યારથી ખુશીનો પાર નથી. આ સાથે જ વિરાટે કહ્યું હતું કે, આ અવિશ્વસનીય અહેસાસ છે. અમે કેવું મહેસુસ કરી રહ્યા છે તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma Fan Club 🕊️ (@anushkafcs) on

જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 12 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. કપલના લગ્ન ઘણા સિક્રેટ રહ્યા હતા. બંને એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. આ બાદ એકબીજા સાથેની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma (@nushkiefc) on

અનુષ્કા હાલ તો ફિલ્મોથી દૂર છે. હાલ તો તેની પાસે કોઈ ફિલ્મની ઓફર નથી. અનુષ્કા છેલ્લે શાહરુખ ખાન સાથે ફિલ્મ જીરોમાં નજરે આવી હતી. અનુષ્કા વેબ સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે.