મેકઅપ વગર દેખાઈ મમ્મી અનુષ્કા….લગ્ન પછી બનાવ્યું જોરદાર ફિગર- જુઓ PHOTOS
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા લગ્ન અને દીકરી વામિકાના જન્મ બાદથી બ્રેક પર છે. તે હજી થોડા સમય બાદ કમબેક કરશે. જો કે, અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે ઇંગ્લેન્ડમાં છે. વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશીપ ફાઇનલ્સ માટે ઇંગ્લેન્ડ પહોંચ્યા છે. અનુષ્કા છેલ્લા કેટલાક સમયથી ત્યાંથી કેટલીક તસવીર શેર કરી રહી છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઘણીવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતા હોય છે. તેઓ કયારેક તેમની તસવીરો લઇને તો કયારેક દીકરી સાથે સ્પોટ થવા પર ચર્ચામાં રહે છે. આ ઉપરાંત વિરાટ કોહલી અને અનુષ્કા તેમના સારા કામોને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે.
એકવાર ફરી અનુષ્કા અને વિરાટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બંનેના લંચ ડેટની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તસવીરમાં બંને ઘણા ખુશ લાગી રહ્યા છે. એક બાજુ જયાં વિરાટ સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે, ત્યાં તેમની બાજુમાં અનુષ્કા જોવા મળી રહી છે. જેના ચહેરા પર પ્રેમાળ સ્માઇલ જોવા મળી રહી છે.
આ દરમિયાન તસવીરમાં તેઓ હેલ્દી ખાતા જોવા મળી રહ્યા છે. વિરાટે Chickpea salad ઓર્ડર કર્યો છે. લુકની વાત કરીએ તો, વિરાટ ગ્રે કલરના સ્વેટશર્ટમાં જોવા મળી રહ્યા છે. તેમણે ગોલ્ડન ઘડીયાળ પહેરી છે અને ત્યાં જ અનુષ્કા બ્લેક સ્વેટશર્ટમાં જોવા મળી રહી છે. તેના ગળામાં ચેન અને A નામનું લોકેટ છે. આ તસવીરમાં તેઓની લાડલી વામિકા જોવા નથી મળી રહી.
આ પહેલા અનુષ્કા પતિ વિરાટ અને દીકરી વામિકા સાથે નીકળી હતી. રહમની ખૂબસુરત લોકેશનથી તેણે ઘણી શાનદાર તસવીરો શેર કરી હતી. તસવીરોમાં વિરાટ અને અનુષ્કા સાથે વામિકા પણ છે, પરંતુ વામિકા તસવીરમાં નજર આવી રહી નથી. તે કિડ્સ કાર્ટમાં છે.
તમને જણાવી દઇએ કે, અનુષ્કા શર્મા આ દિવસોમાં તેનું મધરહૂડ એન્જોય કરી રહી છે. હાલમાં જ અનુષ્કા અને વિરાટે તેમની દીકરીના 6 મહિનાનું જશ્ન મનાવ્યુ હતુ. આ દરમિયાનની તસવીરો પણ અનુષ્કાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.