કાવ્યાના ઘર હડપ્યા બાદ હવે બદલાશે વનરાજ શાહનો અંદાજ, શું કાવ્યાને છૂટાછેડા આપી ફરી થામશે અનુપમાનો હાથ ?

ટીવી સિરિયલ અનુપમાની વાર્તા દરરોજ ધમાકેદાર અને ખૂબ જ નવા ટ્વીસ્ટ સાથે આવે છે. શોની આ ગુણવત્તા જોઈને દર્શકો તેના તરફ ખેંચાયાલા છે. આવનારા દિવસોમાં જ્યાં અનુપમાના જીવનમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે, તે ખુશીઓને નષ્ટ કરવા માટે તેનો ભૂતપૂર્વ પતિ વનરાજ શાહ હવે તેના જૂના અંદાજમાં પાછો આવવાનો છે. તે હવે કાવ્યાને પાઠ ભણાવવા અને અનુપમા-અનુજના જીવનમાં ફરી એકવાર વિલન બનવા માટે પાછો ફર્યો છે. બીજી તરફ વનરાજના આ નવા લૂકથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે વનરાજ ફરી એકવાર આ શોમાં લાંબી ઈનિંગ રમવા માટે તૈયાર છે. તેના શોમાંથી બહાર નીકળવાના સમાચાર અફવા સાબિત થયા. આનો પુરાવો શોનો પ્રીકેપ વીડિયો છે.

હવે આવનારા એપિસોડમાં તમે જોશો કે બાબુજી, અનુપમાના કપાળ પર તિલક લગાવીને, અનુજનો હાથ પકડીને તેને ચાલવા માટે કહે છે. અનુપમા બાબુજીની વાત માનીને આ વખતે અનુજનો હાથ પકડી લેશે. જો કે વનરાજ હવે પહેલા કરતા વધુ ખતરનાક દેખાઈ રહ્યો છે, તે હવે એક પછી એક હિસાબ પતાવવા પાછો ફરી રહ્યો છે. વનરાજ બિઝનેસ ટાયકૂન બનીને શાહ હાઉસમાં પ્રવેશ કરશે. આ સાથે વનરાજ એ પણ જાહેરાત કરશે કે તે કાવ્યાને છૂટાછેડા આપશે. આ જાણીને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી જશે. આ દરમિયાન અનુપમા કાવ્યાનું ખૂબ અપમાન કરશે.

આગામી એપિસોડમાં વનરાજની સાથે અનુજ અને અનુપમા પણ કાવ્યાના દુશ્મન બનશે. અનુજ અને અનુપમા પ્રોપર્ટીના કાગળો કાવ્યા પાસેથી મેળવવા માટે માસ્ટર પ્લાન બનાવશે. આ વખતે કાવ્યા અનુપમાની જાળમાં ખરાબ રીતે ફસાઈ જશે. આવી સ્થિતિમાં કાવ્યા આ વખતે તેના દુશ્મનોનો સામનો કેવી રીતે કરશે તે જોવું રસપ્રદ રહેશે. ત્યારે બીજો એક ટ્વીસ્ટ પણ આવનારા સમયમાં શોમાં આવવાનો છે. અનુજ કાપડિયા જે દિવસની પ્રેક્ષકોના ફેવરિટ શો અનુપમામાં રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ ટૂંક સમયમાં આવી શકે છે. આવનારા એપિસોડ્સમાં આપણે જોઈશું કે બાપુજી અનુપમાને અનુજના પ્રેમને અપનાવવા કહે છે.

હવે જોવાનું એ રહેશે કે શું અનુપમા તેના આખા સાસરીયાઓને પાછળ છોડીને તેના મિત્ર સાથે આગળ વધવાનો પ્રયાસ કરશે. ચાહકો પણ આ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે અનુપમા તેના બધા બંધનમાંથી મુક્ત થશે, અને બધાને પાછળ છોડીને નવું જીવન શરૂ કરશે.

 

View this post on Instagram

 

A post shared by #MaaN💞 (@anujxanupama_)

Shah Jina