અયોધ્યામાં બેકાબૂ ભીડમાં ચહેરો ઢાંકી અનુપમ ખેરે કર્યા બીજીવાર રામ મંદિરમાં દર્શન, બોલ્યા- રામલલાએ ઓળખી લીધો
ભીડમાં છુપી રીતે બોલિવુડના આ જાણિતા એક્ટરે કર્યા રામલલાના દર્શન : વીડિયો શેર કરી બોલ્યા- ચુપચાપ મંદિર જવાનું મન હતુ, એક ભક્તે ઓળખી લીધો
અયોધ્યામાં રામલલાના દર્શન માટે બીજા દિવસે લાખો શ્રદ્ધાળુઓની ભીડ પહોંચી હતી. આ ભીડમાં માત્ર સામાન્ય લોકો નહિ પણ બોલિવુડના એક જાણિતા એક્ટર પણ હતા. આમ તો તેમને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસનું આમંત્રણ મળ્યુ હતુ, પરંતુ તેઓ બીજા દિવસે પણ રામલલાના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા.
ચહેરો ઢાંકી અનુપમ ખેરે કર્યા બીજીવાર રામલલાના દર્શન
23 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે મંદિર ખુલ્લુ મૂકાયુ. રાત્રે ત્રણ વાગ્યાથી જ શ્રદ્ધાળુઓની ભીડ મંદિર બહાર દર્શન કરવા ઉમટી પડી હતી. એવી હાલત થઇ ગઇ હતી કે ભારે પોલિસબળ તૈનાત કરવું પડ્યુ હતુ. ખબર એવી પણ આવી હતી કે લોકોએ બેરિકેડ્સ પણ તોડી દીધા હતા.
છુપી રીતે પહોંચવા છત્તાં પણ એક ભક્તે ઓળખી લીધા
આટલી ભીડ વચ્ચે પણ રામલલાના બીજીવાર દર્શન કરવા ‘ધ કશ્મીર ફાઇલ્સ’ એક્ટર અનુપર ખૈર પહોંચ્યા. તેમણે અયોધ્યા રામ મંદિરની અંદરનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં તેમણે લખ્યું, ‘કૃપા કરીને અંત સુધી જુઓ. ગઈકાલે હું આમંત્રિત મહેમાન તરીકે રામ મંદિર ગયો હતો. પણ આજે બધા સાથે ચુપચાપ મંદિરે જવાનું મન થયું.
View this post on Instagram
ભક્તિનો એવો સાગર જોયો કે મારું હ્રદય ઊભરાઈ આવ્યું.રામજીના દર્શન માટે લોકોનો ઉત્સાહ અને ભક્તિ જોવાલાયક હતી. જ્યારે હું નીકળવા લાગ્યો તો એક ભક્તે મારા કાનમાં હળવે કહ્યુ- ‘ભાઈ, મોઢું ઢાંકવાથી કંઈ નહીં થાય! રામલલાએ તેમન ઓળખી લીધા. #જયશ્રીરામ’.
View this post on Instagram