સોના ચાંદીથી સજાવેલું છે અંબાણીના ઘરનું મંદિર, હીરાના ઘરેણાંમાં લદાયેલી છે ઈશ્વરની મૂર્તિઓ, અંદરની આ કારીગરી જોતા જ રહી જશો

ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના વૈભવી જીવન વિશે તો આપણે બધા જ પરિચિત છીએ. તેમનું ઘર એન્ટિલિયા પણ હંમેશા ચર્ચામાં બન્યું રહેતું હોય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 4,00,000 સ્ક્વેર ફૂટમાં બનાવેલા આ એન્ટિલિયામાં 600 લોકોનો સ્ટાફ 24 કલાક સુધી કામ કરે છે.

આ ઘરનું એક મુખ્ય આકર્ષણ તેમાં રહેલું શાનદાર મંદિર પણ છે. આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન સૌથી વધારે વખત જીત્યું છે અને જેટલી પણ વખત જીત્યું છે તે દર વખતે નીતા અંબાણી ટ્રોફીને ઘરના  ભગાવવાના ચરણોમાં જરૂર રાખે છે.

મીડિયા રિપોર્ટનું માનીએ તો જણાવવામાં આવે છે કે એન્ટિલિયામાં જે મંદિર છે તેમાં મૂર્તિઓથી લઈને દરવાજા અને બધી જ વસ્તુઓ ફક્ત સોના અને ચાંદીની છે. આ ઉપરાંત ભગવાનની મૂર્તિઓને પણ હીરાના ઘરેણાંથી લાદવામાં આવી છે.

એન્ટિલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે. અંબાણી પરિવારને પણ ભગવાનમાં ખુબ જ શ્રદ્ધા છે. આ પરિવાર કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા પૂજા, યજ્ઞ અને હવન કરતા પણ જરૂર જોવા મળે છે.

આ સાથે જ ઘરમાં એક એવી જગ્યા પણ છે જેમાં તમામ આસ્થા સાથે જોડાયેલી મોંઘી મૂર્તિઓ દ્વારા સજાવવામાં આવ્યો છે. મોટાભાગે નીતા અંબાણી આ જગ્યાએ પોતાનો સમય વધુ વિતાવવાનું પસંદ કરે છે, કારણ કે તેમણે ત્યાં શાંતિ મળે છે.

મુકેશ અંબાણીએ આ વૈભવી ઘર બનાવવામાં જે ખર્ચ કર્યો છે તેમાંથી મોટાભાગનો ખર્ચ તેમને આ ભવ્ય મંદિર બનાવવા પાછળ પણ કર્યો છે. એન્ટિલિયાના આ મંદિરની તસવીરો ખરેખર આકર્ષણ જન્માવનારી છે.

Niraj Patel