એન્ટિલિયા કેસ: વઝેએ કર્યો મોટો ચોંકાવનારો ખુલાસો, સચિન વઝે એ શરદ પાવર ઉપર આરોપ મુકતા કહ્યું..

એન્ટિલિયા કેસના આરોપી સચિન વઝેએ આરોપ લગાવ્યો છે કે 2020માં તેને સસ્પેન્ડ કર્યા બાદ ગૃહ મંત્રી અનિલ દેશમુખે તેમને જણાવ્યું હતું કે શરદ પાવર ઇચ્છતા હતા કે તેની બહાલી રદ્દ કરવામાં આવે. ગૃહમંત્રીએ મને પણ જણાવ્યું હતું કે તે પાવર સાહેબને મનાવી લેશે અને મારી પાસે તેમને આ કામ માટે 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી.  પરંતુ આટલી મોટી રકમ આપવા માટે મેં અસમર્થતા બતાવી હતી. જેના ઉપર મને ગૃહમંત્રીએ ફરી ચુકવણી કરવા માટે પણ કહ્યું હતું.

સચિન વઝેએ કહ્યું કે ઓક્ટોબર 2020ના મહિનામાં તત્કાલીન ગૃહ મંત્રીએ તેને સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં બોલાવ્યો હતો અને તે શહેરના 1,650 બાર અને રેસ્ટોરન્ટમાંથી પૈસા ભેગા કરવા માટે કહ્યું હતું. તેને એ કહીને ના પડી દીધી હતી કે તે તેની ક્ષમતાની બહાર છે.

વઝેનાં જણાવ્યા પ્રમાણે જુલાઈ-ઓગસ્ટ  2020માં મને મંત્રી અનિલ પીરાબે તેમના સરકારી બંગલામાં બોલાવ્યો હતો. આ એજ અઠવાડીયુ હતું જયારે 3-4 દિવસમાં ડીસીપીના આંતરિક ટ્રાન્સફરમાં ફેરબદલ થવાની હતી. બેઠકમાં પરબે મને પ્રારંભિક તપાસ ફરિયાદ જેવા અને તપાસવા માટે કહ્યું હતું. સાથે જ વાતચીત માટે SBUT ટ્રસ્ટીઓને તેમની પાસે લાવવા માટે કહ્યું હતું.

મંત્રીએ ઉપર્યુક્ત તપાસને બંધ કરવા માટે SBUTથી 50 કરોડ રૂપિયા લેવા માટે પહેલા વાતચીત શરૂ કરવા ઉપર જોર આપ્યું હતું. વઝેએ આવું કોઈ કામ કરવા માટે અસમર્થતા બતાવી હતી. કારણ કે તેને એસબીયુટી વિશે કોઈ જાણકારી નહોતી. સાથે જ પુછપરછ કરવાના મામલામાં પણ  તેનું કોઈ નિયંત્રણ નથી.

સચિન વઝેએ કોર્ટને એક લેટર આપ્યો છે, જેમાં લખ્યું છે કે મેં 6 જૂન 2020ના રોજ બીજીવાર ડ્યુટી જોઈન કરી હતી. મારા ડ્યુટી જોઈન કરવાના કારણે શરદ પવાર ખુશ નહોતા. એવામાં શરદ પવારે મને બીજીવાર સસ્પેન્ડ કરવાનું કહ્યું. આ વાત ખુદ અનિલ દેશમુખે જણાવી હતી. તેમને મને શરદ પવારને મનાવવા માટે 2 કરોડ રૂપિયા માંગ્યા હતા.

Niraj Patel