માસ્ક પહેરવા ઉપર દંડ: માસ્ક કચરા પેટીમાં ફેંકશો તો મળશે 50% ડિસ્કાઉન્ટ, વિચિત્ર છે આ રેસ્ટોરન્ટના નિયમો

કોરોના કાળમાં માસ્ક જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ત્યારે માસ્ક વગર જો લોકો બહાર ફરે છે તો તેમની પાસેથી દંડ પણ વસુલવામાં આવે છે. માત્ર ભારત જ નહિ દુનિયાના મોટાભાગના દેશોમાં માસ્ક પહેરવું ફરજીયાત જેવું જ છે. પરંતુ આ બધા વચ્ચે એક એવું રેસ્ટોરન્ટ છે જ્યાં માસ્ક પહેરીને જમવાનું ઓર્ડર કરવા ઉપર દંડ ફટકારવામાં આવે છે.

આ રેસ્ટોરન્ટ અમેરિકાના કેલિફોર્નિયાના શહેર ફીડલહેડ્સમાં આવેલું છે જે પોતાના અજીબ નિયમોના કારણે હાલ ચર્ચામાં આવી ગયું છે. આ કેફેના માલિક ક્રિસ કસલમેન છે. તે હંમેશાથી કોરોના સામે લગાવવામાં આવેલી ગાઇડલાઇન વિરોધી રહ્યા છે અને તે કોરોના વેક્સિનનું પણ સમર્થન નથી કરતા. તે એમ માને છે કે લોકડાઉનના કારણે અમેરિકાને મોટું નુકશાન થયું છે.

તેમને પોતાના રેસ્ટોરન્ટમાં કેટલાક વિચિત્ર નિયમો બનાવ્યા છે, જેમાં પહેલો નિયમ એ છે કે જો કેફેમાં કોઈ માસ્ક લગાવેલું જોવા મળે છે તો તેના ઉપર 5 ડોલરનો દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત એક એવો નિયમ પણ છે કે જો તમે આ કેફેમાં બેસી અને કોરોના વેક્સિનની પ્રસંશા કરો છો તો તમારા બિલની અંદર 5 ડોલર ઉમેરાઈ જશે.

કેફે દ્વારા લગાવવામાં આવતા આ દંડને લઈને તેના માલિકે જણાવ્યું કે આ બધો જ દંડ સ્થાનિક ચેરિટીમાં આપી દેવામાં આવશે.આ ઉપરાંત આ કેફેનો બીજો એક વિચિત્ર નિયમ એવો પણ છે કે જો તમે રેસ્ટોરન્ટમાં આવીને તમારું માસ્ક ફેંકી દો છો તમને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળે છે.

કેફેના માલિકે બહાર એક ડિસ્પ્લે બોર્ડ પણ લગાવ્યું છે. જેને જોઈને ઘણા લોકો તો હોટલની બહારથી જ પાછા ચાલ્યા જાય છે અને કેટલાક છતાં પણ આવે છે. બોર્ડમાં સ્પષ્ટ લખેલું છે કે જો તમે તમારું માસ્ક ડસ્ટબીનમાં ફેંકી દો છો તમને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Niraj Patel