વરસાદની અંદર રસ્તા ઉપર ભરાઈ ગયું પાણી તો લોકોએ ખાડામાં જ ખુરશીઓ નાખીને કરી પુલ પાર્ટી, વીડિયો થયો વાયરલ

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને દેશના ઘણા બધા વિસ્તારની અંદર સારો એવો વરસાદ પણ થઇ ગયો છે, આ વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે, તો બીજી તરફ વરસાદ દરમિયાન ઘણી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. ખાસ કરીને રસ્તાની સમસ્યા મોટાભાગના વિસ્તારોમાં સતાવતી હોય છે. મોટાભાગના વિસ્તારની અંદર ચોમાસાના સમયમાં પાણી ભરાઈ જતા હોય છે જેના કારણે સ્થાનિક લોકોને ચાલવામાં પણ તકલીફ થાય છે.

હાલ સોશિયલ મીડિયામાં આવી જ એક સમસ્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મધ્યપ્રદેશના અનુપપુરથી સામે આવ્યો છે, જેમાં લોકોનું એક જૂથ ડ્રિન્ક કરતા અને રસ્તા પર પાણીથી ભરેલા ખાડામાં ડાન્સ કરતા જોઈ શકાય છે, જાણે કે તેઓ દરિયા કિનારે હોય. વીડિયોમાં કેટલાક લોકો ખુરશીઓ પર બેઠેલા જોવા મળી રહ્યા છે, જેઓ વરસાદના ગંદા પાણીમાં પગ મૂકીને મસ્તી કરી રહ્યા છે.

દરેક વ્યક્તિએ ગોવા સ્ટાઈલ ટી-શર્ટ, કેપ અને ગોગલ્સ પહેર્યા છે. તેઓ રસ્તાના ખાડાઓમાં બેસીને એકબીજા સાથે ચીલ કરતા અને વાત કરતા જોઈ શકાય છે. પાણીની વચ્ચે ખાવા-પીવા માટે વસ્તુ રાખવામાં આવી છે. સમારકામ અને જાળવણીના અભાવે રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં વરસાદ બાદ પાણી અને કાદવ જમા થઈ ગયો છે.

વીડિયોમાં આગળ થોડા લોકોમાંથી એકને ‘મૈં નાચું આજ :છમ છમ છમ’ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. લોકો આ રોડને સ્વિમિંગ પૂલ સાથે સરખાવી રહ્યા છે. આ વીડિયો જીતુ પટવારીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જો આપણે તેને ફિલ્ટર કર્યા પછી પાણી કાઢીશું તો રસ્તાના ખાડામાંથી ઢાંકણી જેટલું ચોખ્ખું પાણી નીકળશે.

તેમને આગળ શિવરાજ સિંહ ચૌહાણને ટેગ કરતા લખ્યું કે, “અનુપપુરના સ્થાનિક રહેવાસીઓએ જર્જરિત હાઈવેથી પીડિત, સતત અત્યાચારો સહન કરવા છતાં નવીનતા કરી. 18 વર્ષનો અનુભવ આનાથી વધુ કટાક્ષ ના હોઈ શકે!’ આ વીડિયોને ઘણા લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

Niraj Patel