અનિલ અંબાણીના દીકરા અનમોલ અંબાણી અને કૃશા શાહે મનાવી પોતાની પહેલી એનિવર્સરી, જુઓ તસવીરો

અનિલ અંબાણીના દીકરા અનમોલ અંબાણી અને કૃશા શાહે મનાવી પોતાની પહેલી એનિવર્સરી, જુઓ તસવીરો

ધીરૂભાઇ અંબાણીના મોટા દીકરા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવાર નવાર તેમની લાઇફસ્ટાઇલ, ખૂબસુરત અને આલીશાન ઘર એન્ટિલિયા સહિત અનેક કારણોને લઇને ચર્ચામાં છે. ત્યાં મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી અને તેની પત્ની ટીના અંબાણી પણ કેટલીકવાર ચર્ચામાં આવી જાય છે. ત્યારે હાલમાં આ ચર્ચાનું કારણ તેમના દીકરા જય અનમોલ અંબાણીની લગ્નની પહેલી અનિવર્સરી છે.

અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી તેના સમયની બોલિવુડની ખૂબસુરત એક્ટ્રેસમાંની એક રહી ચૂકી છે. લગ્ન બાદ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી પણ તે એક એક્ટિવ સોશિયલ મીડિયા યુઝર છે. તે ઘણીવાર ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તસવીરો પોસ્ટ કરે છે. ત્યારે હાલમાં જ 20 ફેબ્રુઆરીએ અનિલ અંબાણી અને ટીના અંબાણીના દીકરા અનમોલ અંબાણીની પહેલી અનિવર્સરી હતી અને આ અવસર પર પણ ટીના અંબાણીએ તસવીરો પોસ્ટ કરી નોટ લખી હતી.

અનમોલ અંબાણીએ 20 ફેબ્રુઆરી 2022ના રોજ મંગેતર કૃશા શાહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન મુંબઇના બાંદ્રા સ્થિત પાલી હિલ આવાસ પર થયા હતા. પાલી હિલ એરિયા બોલિવુડ સેલેબ્સને કારણે પણ જાણવામાં આવે છે. અહીં સુનીલ દત્ત, દીલિપ કુમાર સહિત ઘણા સેલેબ્સના ઘર છે. ગત દિવસોમાં જ અનમોલ અને કૃશાએ તેમના લગ્નની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી. જણાવી દઇએ કે, ટીના અંબાણીની વહુ કૃશા એક સોશલ વર્કર અને એન્ટરપ્રિન્યોર છે. બંનેની જોડી લોકોને ઘણી પસંદ છે.

બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. કૃશાની વાત કરીએ તો, તે મુંબઇમાં જ મોટી થઇ છે અને અહીં જ ભણી છે. ત્યારે દીકરા અને વહુની લગ્નની પહેલી વર્ષગાંઠ પર ટીના અંબાણીએ ખાસ નોટ લખી હતી. ટીના અંબાણીએ કેટલીક તસવીરો શેર કરી લખ્યુ- એક વર્ષ પેહલા જ્યારે એક દીકરીએ અમારા ઘરમાં પ્રવેશ કર્યો અને અમારા જીવનમાં વધુ એક આયામ લાવી તેને ઉજ્જવળ બનાવી દીધુ. આ ખૂબસુરત કપલના પ્રેમને વધુ ઊંડો જોવાનું એક વર્ષ, એક પરિવારના રૂપમાં એકસાથે યાદો બનાવવાનું એક વર્ષ !

સાલગિરાહ મુબારક કૃશા અને અનમોલ, એક અવિશ્વનિય જોડી, તમારા બંને પર અને પોતાના વિશ્વાસો પ્રતિ તમારી પ્રતિબદ્ધતા પર ઘણુ ગર્વ છે. તમને હજી વધારે શક્તિ અને મારો બહુ બધો પ્રેમ ! ટીના અંબાણીએ જે તસવીરો શેર કરી છે, તેમાંથી એકમાં કપલ કેમેરા માટે પોઝ આપતા જોઇ શકાય છે અને એકમાં પૂરા પરિવારની તસવીર છે. આ સાથે એક તસવીર કૃશા અને અનમોલના લગ્ન દિવસની પણ છે.

Shah Jina