પ્રિયંકા ચોપરાથી પણ હોટ ડ્રેસ પહેરી અંકિતા લોખંડેએ કરી બેચરલ પાર્ટી, ટૂંકા ટૂંકા અને હોટ સ્મૂથ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી ઉફ્ફ

ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. ટીવી અને બોલિવુડ સ્ટાર્સ એક પછી એક લગ્ન કરી રહ્યા છે. આ લિસ્ટમાં એક નામ પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેનું પણ છે. ટૂંક સમયમાં અંકિતા લોખંડે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. લગ્ન પહેલા અંકિતા લોખંડેની બેચલર પાર્ટી થઇ હતી. અંકિતા લોખંડે ગઈકાલે એટલે કે મંગળવારે રાત્રે આ પાર્ટીમાં ધમાલ મચાવતી જોવા મળી હતી.

અંકિતા લોખંડે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ પહેલા આ હસીના તેના મિત્રો સાથે બેચલરેટ પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. આ ખાસ અવસર માટે અભિનેત્રીએ એક એવો આઉટફિટ પસંદ કર્યો હતો, જેમાં તેનો લુક પ્રિયંકા ચોપરાની બેચલર પાર્ટી સ્ટાઈલ કરતા વધુ હોટ લાગતો હતો.

મંગળવારે મોડી રાત્રે અંકિતાના લગ્ન પહેલા બેચલર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પાર્ટીમાં અંકિતા લોખંડેનો લુક સૌથી વધુ હેડલાઇન્સમાં રહે છે. તેની બેચલર પાર્ટીમાં અંકિતા એકદમ શાનદાર અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન અંકિતે તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી હતી.

અંકિતા લોખંડેની બેચલર પાર્ટીની તસવીરો ટાઉન ઓફ ધ ટાઉન બની રહી છે. આખી પાર્ટીમાં અંકિતા બધું ભૂલીને મગ્ન જોવા મળી હતી. અંકિતાએ સ્મોકી આઈ મેકઅપ સાથે લેટ નાઈટ પાર્ટીમાં ગ્લેમરસ લુક બનાવ્યો હતો.

ખબર છે કે અંકિતા તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 12 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે અને તેણે આ લગ્નની ખૂબ જ ભવ્ય તૈયારીઓ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં લગ્નના બંધનમાં બંધાશે અને તેથી ત્યાં ગેસ્ટ માટે કેટલાક રૂમ પણ બુક કરવામાં આવ્યા છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર અંકિતા અને વિકીના લગ્નનું આ ફંક્શન 12 ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં ઘણી હસ્તીઓ પરફોર્મ કરવા જઈ રહી છે અને તેમાંથી એકનું નામ બાદશાહ છે.

અંકિતા લોખંડેએ બેચલર પાર્ટીમાં ડાન્સ ફ્લોર પર હંગામો મચાવ્યો હતો. અંકિતા લોખંડે તેની ખાસ મિત્ર રશ્મિ દેસાઈના ખભા પર ડાંસ કરતી જોવા મળી હતી.તેની બેચલર પાર્ટીમાં અંકિતા લોખંડે તેના મિત્રો સાથે કેક કાપી રહી છે.તસવીરમાં અંકિતા લોખંડેની સ્મિત અદ્ભુત લાગી રહી છે.

લગ્ન પહેલા પણ અંકિતા લોખંડેના ચહેરા પર અદ્દભુત રોશની જોવા મળી રહી છે. સૃષ્ટિ રોડે અને રશ્મિ દેસાઈએ અંકિતા લોખંડેની પાર્ટીમાં ઘણો રંગ જમાવ્યો. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સૃષ્ટિ રોડેનો પગ તૂટી ગયો હતો. ઘાયલ થયા બાદ પણ સૃષ્ટિ રોડે અંકિતા લોખંડેની બેચલર પાર્ટીમાં પહોંચી હતી. સૃષ્ટિ રોડે પાર્ટીમાં લંગડાતી જોવા મળી હતી.

અંકિતા લોખંડેની બેચલર પાર્ટીમાં મૃણાલ ઠાકુરે ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. આ દરમિયાન મૃણાલ ઠાકુર અને અંકિતા લોખંડે તેમના તમામ મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. ચાહકોએ અંકિતા લોખંડેને તેના લગ્ન માટે અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે.

અંકિતા લોખંડેને બ્રાઈડલ ડ્રેસમાં જોવા માટે ફેન્સ આતુર છે.અંકિતા લોખંડેની બેચલર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં અંકિતા લોખંડે સુંદર લાગી રહી છે.

Shah Jina