આફતાબની જેમ જ મા અને દીકરાએ પતિના 22 નહિ પરંતુ આટલા ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા હતા, આ મામલામાં હવે આવ્યો એક નવો ખુલાસો… જુઓ

દીકરા સાથે મળીને પતિના અધધધધ ટુકડા કર્યા, ફ્રિજમાં રાખ્યા, કેટલાય દિવસ સુધી ફેંકવા ગઈ, શંકા હતી, દીકરી-વહુ પર ખરાબ નજર રાખતો હતો, જાણો ચોંકાવનારી ઘટના વિશે

હાલ લોકોના મોઢે શ્રદ્ધા મર્ડર કેસ સાંભળવા મળી રહ્યો છે, શ્રદ્ધા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે, ત્યારે જે બેરહેમીથી શ્રદ્ધાની હત્યા કરનારા હત્યારા અફતાબે લાશના 35 ટુકડા કર્યા અને પછી ફ્રિજમાં રાખી એક એક ટુકડો નાખવાની યોજના બનાવી હતી, ત્યારે ગઈકાલે પણ એક એવો જ મામલો સામે આવ્યો જેમાં એક મહિલાએ તેના દીકરા સાથે મળીને પતિની હત્યા કરી લાશના 10 ટુકડા કરીને ફ્રિજમાં રાખી લીધા હતા. જેના બાદ સમગ્ર દેશમાં ફરીવાર હડકંપ મચી ગયો.

આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા અને તેના દીકરાની ધરપકડ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાએ જ તેના દીકરા સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી હતી અને પછી ટુકડાઓ કરીને ફ્રિજમાં રાખી લીધા હતા. જે વ્યક્તિના ટુકડા મળી આવ્યા છે તેનું નામ અંજન દાસ હતું અને તેની પત્ની પૂનમ અને દીકરા દીપકે જ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

ત્યારે હવે આ મામલામાં એક નવો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે પૂનમ અંજન દાસની પત્ની હતી, પરંતુ દિપક તેનો સાવકો દીકરો હતો. આ બંને પર હત્યાનો આરોપ છે, મીડિયા રિપોર્ટ અનુસાર અંજન દાસને ઘણી મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા. જેના કારણે તેણે દારૂની અંદર નશાની ગોળીઓ ખવડાવી અને પછી ચાકુથી શરીરના ટુકડા કર્યા અને ઘણી જગ્યાએ ફેંકી દીધા. આ મામલામાં એ પણ સામે આવ્યું છે કે પૂનમે પણ ઘણા લગ્ન કર્યા હતા. પૂનમને શંકા હતી કે અંજન પુત્ર દીપકની પત્ની અને તેની એક છૂટાછેડા લીધેલી દીકરી પર ખરાબ નજર રાખે છે. આ દીકરી પૂનમ સાથે જ રહેતી હતી.

મા-દીકરાએ અંજન દાસની લાશના ટુકડા કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. લાશને ફ્રિજમાં રાખી હતી, જેના કારણે તે ખરાબ ના થાય. પોલીસને તપાસ દરમિયાન ગત 30 મેના રોજ માનવ અંગ મળ્યા હતા. આ મામલામાં પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. જેના આધાર પર છ મહિનાની તપાસ બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હવે પોલીસ અંજન દાસનો ડીએનએ પ્રોફાઈલિંગ કરાવશે.

Niraj Patel