લોકઅપ ફેમ અંજલિ અરોરાએ શેર કરી માલદીવથી એકથી એક હોટ તસવીરો, ત્યાંથી બેહદ હોટ ફિગર દેખાડ્યું બધાને….

“કાચા બદામ” વાળી પહોંચી ગઈ જન્નત જેવા માલદીવમાં,  ત્યાંથી બેહદ હોટ ફિગર દેખાડ્યું બધાને….

“કાચા બદામ” ગીતથી ફેમસ થયેલી સોશિયલ મીડિયા ક્વીન અંજલી અરોરા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. અંજલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અંજલીના વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ પણ થાય છે.અંજલી અરોરાની એક ઇન્સ્ટાગ્રામ રીલમાં લાઇક અને કમેન્ટ્સનું પૂર આવવા લાગે છે. રાતોરાત ફેમસ થયેલી અંજલી અરોરા આજે મોટી મોટી અભિનેત્રીઓ માટે મુસીબત બની ગઇ છે.

અંજલી અરોરાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 10 મિલિયની પણ વધારે ફોલોઅર્સ છે. ત્યાં છેલ્લા કેટલાક મહિના પહેલા અંજલી કંગના રનૌતના ઓટીટી શો લોકઅપમાં જોવા મળી હતી. આ શોથી તેને ઘણી પોપ્યુલારિટી મળી. લોકઅપથી બહાર આવ્યા બાદ અંજલી અરોરાની લોકપ્રિયતા ઘણી વધી છે. હાલમાં એવા અહેવાલ પણ છે કે અંજલી અરોરા જલ્દી જ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થનાર બિગબોસના બીજા સિઝનમાં નજર આવી શકે છે.

જણાવી દઇએ કે, અંજલી હાલ તો માલદીવમાં એન્જોય કરી રહી છે. આખી દુનિયાને કાચા બદામ પર ડાન્સ કરાવનારી અંજલિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયો જોરદાર રીતે શેર કરે છે. ત્યારે આ દિવસોમાં તે તેની એકથી એક હોટ તસવીરો શેર કરી રહી છે. જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. અંજલિ અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યો છે.

એક તસવીરમાં અંજલી બ્લૂ બેકલે શોર્ટ ડ્રેસ પહેરી કેમેરામાં અલગ અલગ પોઝ આપી રહી છે. આ દરમિયાન તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે બ્લેક-વ્હાઇટ સનગ્લાસ સાથે પોઝ આપી રહી છે. આ આઉટફિટમાં તેણે વીડિયો પણ શેર કર્યો છે. આ ઉપરાંત એક વીડિયોમાં તે રેડ મોનોકોની સાથે વ્હાઇટ સ્કાર્ફમાં જોવા મળી રહી છે.

બોલિવુડની ક્વિન કંગના રનૌતના વેબ શો લોકઅપમાં કંટેસ્ટંટ પોતાને રમતમાં રાખવા માટે સનસનાટીભર્યા ખુલાસા કરતા રહે છે.શોના સ્પર્ધક મુનાવર ફારૂકી હોય કે અંજલી અરોરા, આ બંનેની વચ્ચેની જોરદાર કેમેસ્ટ્રી આજકાલ ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. જયારે શો રિલીઝ થયેલો ત્યારે ‘કાચા બદામ ગર્લ’ અંજલી અરોરાએ કંગના રનૌતની સામે તેના જીવનનું સૌથી મોટું રહસ્ય ખોલ્યું હતું.

અંજલિએ કહ્યું કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગઈ હતી. અંજિલની આ વાત સાંભળીને કંગના પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને ચાહકો વચ્ચે પણ ગભરાટ ફેલાયો હતો. થોડા સમય પહેલા પ્રસારિત થયેલા એપિસોડમાં સાયશા શિંદે, પૂનમ પાંડે અને અંજલિ અરોરા ડેન્જર ઝોનમાં હતા. આ ત્રણેયનું ભાગ્ય જેલર કંગનાના હાથમાં હતું. શો દરમિયાન કંગનાએ અંજલિને કહ્યું કે તે બાકીના સ્પર્ધકો કરતા વધુ સારું પ્રદર્શન કરી રહી છે.

આ પછી કંગનાએ તેને સુરક્ષિત જાહેર કરી. શોમાં સુરક્ષિત હોવા છતાં અંજલિએ કંગનાને તેનું રહસ્ય જાહેર કર્યું. અંજલિએ જણાવ્યું કે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું, ‘મને શરૂઆતથી જ મારા ભાઈ સાથે શીખવવામાં આવ્યું છે.

મારો ભાઈ પણ બીજા ભાઈઓની જેમ ખૂબ જ રક્ષણાત્મક હતો. પરંતુ એક દિવસ જ્યારે તે મારી સાથે ન હતો, ત્યારે હું પ્રથમ વખત મિત્રો સાથે હુક્કો પીવા ટ્યુશન બંક કરી ગઇ હતી. કેટલાક મિત્રોએ મને કેફેમાં જોઇ અને ભાઇને આ વાત કહી. આ પછી તે કેફેમાં આવ્યો અને મને થપ્પડ મારી અને તેની સાથે ઘરે લઈ ગયો, સાથે તેણે પિતાને પણ કહ્યું.

આ પછી પિતાએ પણ મને માર માર્યો હતો.’ તેણે વધુમાં જણાવ્યું કે, તેનો અભ્યાસ રોકવાની વાતો ઘરમાં ચાલી રહી હતી. તેનાથી તે એટલી ડરી ગઈ હતી કે પછી હું મારા રૂમમાં ગઈ દરવાજો બંધ કરીને ફિનાઈલ પીધું. એક કલાક પછી મારા ભાઈએ દરવાજો ખોલ્યો અને મને હોસ્પિટલ લઈ ગયો. પછી મારા પરિવારને તેમની ભૂલનો અહેસાસ થયો. તમને જણાવી દઈએ કે આ શો હવે તેના ફાઇનલ ચરણમાં પહોંચી ગયો છે. શોનો ફિનાલે ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે. ફિનાલે પહેલા કેદીઓ એકબીજાને જબરદસ્ત સ્પર્ધા આપી રહ્યા છે. આ શોને Alt બાલાજી અને MX પ્લેયર પર સ્ટ્રીમ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)

આ દરમિયાન તે પુલમાં બ્રેકફાસ્ટ એન્જોય કરી રહી છે. એક વીડિયોમાં તો તે બ્લેક બ્રાલેટ અને શોર્ટ્સ સાથે ઓપન શ્રગમાં જોવા મળી રહી છે. જેમાં તે ઘણી હોટ પણ લાગી રહી છે.અંજલી જ્યારથી માલદીવ ગઇ છે, ત્યારથી તે સતત તેના ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. તેણે માલદીવની તમામ ક્લિપ્સ ચાહકો સાથે શેર કરી છે, જેમાં તે અદ્ભુત દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)

ક્યારેક તે રેતીમાં ટ્રેન્ડિંગ ગીત પર લહેરાતી જોવા મળે છે, તો ક્યારેક તે દરિયાની વચ્ચે બ્રેકફાસ્ટ કરતી જોવા મળે છે તો ક્યારેક તે ત્યાં ચાલી રહેલા ઠંડા પવનમાં ચિલ કરતી જોવા મળે છે.

Shah Jina