મનોરંજન

કોરોનાથી સંક્રમિત થયેલા લોકપ્રિય ટીવી અભિનેતાની તબિયત બગડી, ભોપાલના ICUમાં ભરતી

કોરોના વાયરસ સામાન્ય લોકોથી લઈને સલેબ્રિટીઓને પણ પોતાનો શિકાર બનાસવી રહ્યો છે. ત્યારે 26 વર્ષના લોકપ્રિય ટીવી અભિનેતા અનિરુદ્ધ દવે પણ 10 દિવસ પહેલા કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બન્યો હતો. છેલ્લા ઘણા દિવસથી તે ભોપાલમાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેને 23 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થવાની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.

પરંતુ હાલમાં ખબર આવી રહી છે કે તેની તબિયત વધારે ખરાબ થઇ છે જેના કારણે તેને ભોપાલની એક પ્રાઇવેટ હોસ્પિટલના આઇસીયુ વોર્ડની અંદર ભરતી કરવામાં આવ્યો છે. અનિરુદ્ધની એક સારી મિત્ર આસ્થા ચૌધરીએ મીડિયા સમક્ષ આ વાતની ખાતરી પણ કરી છે.

ભોપાલની અંદર વેબ સિરીઝના શૂટિંગ સમયે કોરોના સંક્રમિત થવાના કારણે તે પોતે આઇસોલેટ થઇ ગયો હતો. તે સારી રીતે પોતાનું ધ્યાન રાખી રહ્યો હતો પરંતુ બે દિવસ પહેલા સીટી સ્કેન કરાવ્યા બાદ તેને ખબર પડી કે તેના ફેફસામાં કોરોના સંક્ર્મણ થઇ ગયું છે. ત્યારબાદ તેને પ્રાઇવેટ હોસ્પિટલના આઇસીયુમાં ભરતી થવું પડ્યું હતું.

આસ્થાએ જણાવ્યું હતું કે આસીયુમાં ભરતી થવાની ખરાબ મળ્યા બાદ અનિરુદ્ધની બહેન અને જીજાજી બંને ભોપાલ આવી પહોંચ્યા હતા અને તેનો ભાઈ નીતિન પણ ભોપાલ પહોંચી જશે.  આસ્થાએ મીડિયા સમક્ષ ભાવુક થઈને તેના માટે પ્રાર્થના કરવા અને તે જલ્દી સાજો થઇ જાય તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધ આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં જ પિતા બન્યો હતો, નવજાત દીકરાના કારણે તેની પત્ની શુભિઃ આહુજા ભોપાલ જવામાં અસમર્થ છે. આ એક્ટરે ‘રાજકુમાર આર્યન’, ‘વો રહેને વાલી મહલો કી’, ‘રુક જાના નહીં’, ‘સૂર્યપુત્ર કર્ણ’, ‘પારો કા ટશન’, ‘પટિયાલા બેબ્સ’, ‘શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી’, ‘લૉકડાઉન કી લવ સ્ટોરી’માં કામ કર્યું છે. તેણે ‘તેરે સંગ’ તથા ‘પ્રણામ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. અનિરુદ્ધ એક્ટર ભારતનો સૌથી મોટો સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’માં મહત્ત્વના રોલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by ANIRUDH V DAVE (@aniruddh_dave)