રાજકોટના પડધરીમાં માતાજી મહિલાના સપનામાં આવ્યા અને મહિલાએ બલીના નામ પર જીવતો બકરો કાપી નાખ્યો, જુઓ

Animal sacrifice in padadhri rajkot : આજે જમાનો ખુબ જ આગળ વધી ગયો છે અને દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ થતી જોવા મળી રહી છે. છતાં પણ ઘણી જગ્યાએ અંધશ્રદ્ધાના મામલાઓ સામે આવતા હોય છે. ખાસ કરીને ગુજરાતના ગામડાઓમાં આવી અંધશ્રદ્ધા વધુ જોવા મળે છે, જેમાં ઘણીવાર લોકો છેતરાતા હોય છે.  ઘણા રૂપિયા પણ અંધશ્રદ્ધા પાછળ ખર્ચી પણ નાખતા હોય છે તો ઘણીવાર પશુઓની બલી પણ ચઢવતા હોય છે. હાલ આવી જ એક ઘટના પડધરીમાંથી સામે આવી છે.

વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આવેલા પદધદરીમાં ગત બુધવારના રોજ વિજ્ઞાન જાથાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પડધરીના વિવેકાનંદ વિસ્તારમાં માનતાના નામે પશુબલી આપવામાં આવી રહી છે.  જેના બાદ વિજ્ઞાન જાથાની ટીમ સૌપ્રથમ પડધરી પોલીસ સ્ટેશનને પહોંચીને અને પડધરી પોલીસને સાથે રાખીને બાતમી મળેલા સ્થળ પર રેઇડ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે પશુબલિ અપાઈ ચુકી હતી.

પશુ બલી ચઢાવી :

ત્યારે આ મામલે પોલીસે મહાકાળીના ભુવા તરીકે જાણીતા ભાયાભાઈ સોલંકી તેમજ પશુબલી આપવા આવેલા બે જેટલા પિતા-પુત્રોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ મામલે એવો પણ ખુલાસો થયો છે કે ભુજમાં રહેતા અને ત્યાં શાકભાજીનો વેપાર કરતા લક્ષ્મીબેને આ બલી ચઢાવી હતી. તેમને પગમાં દુખાવો હતો અને તેમને આ માટે સુરાપુરાની માનતા પણ રાખી હતી.

સુરાપુરા સપનામાં આવ્યા :

ત્યારે તેમને જણાવ્યું કે થોડા દિવસ અગાઉ સુરાપુરા તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને કહ્યું હતું કે તે મારી માનતા તે  શા કારણે પૂર્ણ ના કરી એમ કહ્યું હતું. જેના કારણે તેમને ભુજથી એક બકરો ખરીદ્યો હતો અને તેઓ પોતાની બાધા પૂર્ણ કરવા માટે પડધરી આવ્યા હતા અને ત્યાં તેમને જીવતા બકરાની બલી આપી દીધી હતી. ત્યારે હવે હાલ આ મામલે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે.

Niraj Patel