શું તમારી નજર બાજ કરતા પણ તેજ છે? તો બતાવો આ તસવીરમાં ક્યું પ્રાણી છુપાયેલું છે

ભલભલા આ તસવીરમાં છુપાયેલુ પ્રાણી નથી શોધી શક્યા

સોશિયલ મીડિયા પર હંમેશા રમુજી અને હેરાન કરી દેતી વસ્તિઓ ઘણીવાર વાયરલ થતી રહે છે. જેને જોઈને આપણે આપણી આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. આ સિવાય ક્યારેક કેટલીક એવી તસવીરો પણ વાયરલ થાય છે, જેને જોઈને આપણી આંખો પણ ધોખો ખાય જાય છે.

ખાસ કરીને એવા ઘણા ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ ચર્ચામાં રહે છે જે લોકોની તીક્ષ્ણ આંખો ચકાસવાનો દાવો કરે છે. ખરેખર, આ ફોટાઓમાં કોઈ છુપાઈને બેઠું હોય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા યુઝર્સ માટે એક નવી ચેલેન્જ આવી છે. હકીકતમાં, આ વખતે જે ફોટો ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી રહ્યો છે, તે ફોટોમાં એક સાપ છુપાઇને બેઠો છે. પરંતુ આ સાપ એટલી ચતુરાઈથી છુપાઈ રહ્યો છે કે લોકો તેને જોઈ શકતા નથી અને લોકો તેને શોધવા માટે ભારે પ્રયાસ કરી રહ્યા છે.

સામે આવેલી આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને કોઈ પણ વિચારમાં પડી જાય છે. આમ તો આ ચિત્રમાં ઝાડની છાલ દેખાય છે. પરંતુ તેના પર એક ખતરનાક સાપ પણ બેઠો છે, જે ભાગ્યે જ કોઈને દેખાશે. જો તમારી આંખો તીક્ષ્ણ છે, તો તેને જોઈને કહો કે આ ચિત્રમાં સાપ ક્યાં જોવા મળે છે.

આ ફોટો IFS ઓફિસર સુસંતા નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે – છલાવરણ. જો તમે પ્રથમ નજરમાં આ ચિત્રને જોશો તો તમને ઝાડની જાડી અને પહોળી છાલ દેખાશે. પરંતુ તેની ઉપર એક પ્રાણી પણ બેઠું છે, જે કોઈને નજરમાં આવતુ નથી. જો તમે આ ચિત્રને નજીકથી જોશો, તો તમે તેની ઉપર સુતેલો સાપ જોવા મળશે. જે બરાબર છાલના રંગ સમાન છે. તેથી જ તે કોઈને દેખાતો નથી. પરંતુ જ્યારે તમે કાળજીપૂર્વક જોશો, તો તમે ચોક્કસપણે તેને જોઈ શકશો.

આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ ફોટો પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે અને તેમના જવાબો પણ આપી રહ્યા છે. કેટલાક લોકોને તો પહેલી નજરમાં સાપ નજરમાં જ આવ્યો. તો બીજી તરફ એક યુઝરે કોમેન્ટ કરી કે – કુદરત હંમેશા સરખામણીથી પર હોય છે.

Patel Meet