એક જ પરિવારના ચાર-ચાર સભ્યોએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં સામે આવ્યુ ભયાનક કારણ

આંધ્ર પ્રદેશમાં ચાર લોકોના પરિવાર દ્વારા આત્મહત્યા કરવાનો હેરાન કરી દેનાર કિસ્સો સામે આવ્યો છે. આત્મહત્યા સાથેે સાથે તેનું કારણ પણ વધારે ચોંકાવનારુ છે. શરૂઆતી તપાસ અનુસાર, એક સુસાઇડ નોટ મળી છે, જેમાં લખ્યુ છે કે, કોરોના વાયરસના ડરને કારણે જીવ આપી દીધો.

કર્નૂલ શહેરના વડ્ડગેરીમાં આ ઘટના બની છે. પરિવારના ચારે સભ્યોએ ઝેર ખાઇ આત્મહત્યા કરી લીધી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારના સભ્યોની ઓળખ 42 વર્ષિય પ્રતાપ, 36 વર્ષિય હેમલતા, 17 વર્ષિય જયંત, 14 વર્ષિય રિશિતાના રૂપમાં થઇ છે. પતિ-પત્ની અને સાથે સાથે બંને બાળકોના મૃતદેહ પણ ઘરથી મળ્યા છે.

બુધવારે પાડોશીઓને શક થયો કારણ કે ઘણા કલાકો સુધી ઘરના કોઇ પણ સભ્ય બહાર ના જોવા મળ્યા. એવામાં પાડોશીઓએ દરવાજો ખખડાવ્યો પરંતુ કોઇ જવાબ ન મળ્યો અને તે બાદ તેમણે પોલિસને જાણ કરી અને પોલિસ સૂચના મળતા ઘટના સ્થળ પર પહોંચી અને દરવાજો ખોલી જોયુ તો ચારેની લાશ જમીન પર પડેલી હતી.

ઘરથી સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં લખ્યુ છે કે, તેમના મિત્રો અને સંબંધીઓની કોરોનાથી મોત થઇ હતી, એવામાં તેમને ડર હતો કે તેમને પણ સંક્રમણ ન થઇ જાય. હાલ તો પોલિસે ચારેયની લાશ કબ્જે કરી તેને પીએમ અર્થે મોકલી આપી છે.

Shah Jina