લગ્ન લખાવાની વિધિથી થઇ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની શરૂઆત, નીતા અંબાણીએ પહેરી ઘરચોળા ઓઢણી

દીકરા અનંત અને થવાવાળી વહુ રાધિકાની પહેલી પ્રી-વેડિંગ સેરેમનીમાં નીતા અંબાણીએ પહેરી ઘરચોળા ઓઢણી, ખૂબસુરતીમાં આપી વહુઓને જોરદાર ટક્કર

દેશ-દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીના ઘરે ઉત્સવનો માહોલ છે. મુકેશ-નીતા અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી થોડા જ સમયમાં તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન પણ સ્ટાર-સ્ટડેડ બની ગયા છે. અનંત અને રાધિકાના લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ત્યારે કપલના પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત થઇ ગઇ છે.

તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાનો લગન લખવાનુ સમારોહ યોજાયો હતો. રાધિકા તેની આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે. લગન લખવાનુમાં, રાધિકાએ ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા બનાવેલો સુંદર ફ્લોરલ વર્ક લેહેંગો પહેર્યો હતો. આ લહેંગા પર સિક્વિન વર્ક પણ કરવામાં આવ્યું હતું.

રંગબેરંગી ફ્લોરલ પેચ સાથેનો આ પેસ્ટલ લહેંગો ખૂબ જ ભવ્ય દેખાવ આપી રહ્યો હતો. રાધિકાએ આ લહેંગા સાથે ડાયમંડ સેટ પહેર્યો હતો. અને આ લુક સાથે તેણે સોફ્ટ કર્લ્સ ખુલ્લા વાળ પસંદ કર્યા હતા. આ સાથે રાધિકાએ મિનિમલ મેકઅપ કર્યો હતો જે આ દેખાવને વધુ આકર્ષક બનાવી રહ્યો હતો. આ લુકમાં અનંતની ભાવિ પત્ની રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રાધિકા સિવાય તેની સાસુ એટલે કે નીતા અંબાણીની વાત કરીએ તો, તેમણે ‘લગન લખવાનુ’ સેરેમનીમાં પરંપરાગત ગુજરાતી પોશાક પહેર્યો હતો. આ ખાસ દિવસ માટે નીતા અંબાણીએ ખૂબ જ ખાસ લહેંગો પહેર્યો હતો. જેમાં આરી, જરદોજી અને દોરાથી કામ કરવામાં આવ્યું હતુ. નીતા અંબાણીએ આ લહેંગા સાથે ડિઝાઇનર અનામિકા ખન્નાએ બનાવેલ ઘરચોલા ઓઢણી પહેરી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે આ ઓઢણી સ્વદેશી કારીગરો દ્વારા હાથથી બનાવવામાં આવી છે. અનામિકાએ આ માહિતી અને આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નીતા અંબાણીની તસવીરો શેર કરતા તેણે લખ્યું કે, આ ખાસ નીતા અંબાણી માટે તૈયાર કરવામાં આવી છે. જે તેમણે અનંતની ‘લગન લખવાનુ’ સેરેમનીમાં પહેરી હતી.

જ્યારે અનંતની ‘લગન લખવાનુ’ સેરેમનીમાં બહેન ઈશા અંબાણી ગુલાબી લહેંગામાં જોવા મળી હતી. આ સાથે તેણે ભારે જ્વેલરી કેરી કરી હતી. અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાની વાત કરીએ તો, તેણે આ કાર્યક્રમમાં ઝરી વર્ક સાથેનો ગોલ્ડન-પિંક લહેંગો પહેર્યો હતો. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઇએ કે, અનંત-રાધિકાની લગન લખવાનુ સેરેમની 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના જામનગર ખાતે યોજાઇ હતી. જામનગર અંબાણી પરિવારનું પૈતૃક સ્થળ છે. લગ્નના આમંત્રણો મોકલવાની શરૂઆત લગન લખવાનુ વિધિથી થાય છે. ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ડિસેમ્બર 2022માં સગાઈ કરી હતી.

રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં રોકાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીના નાના પુત્રના આ વર્ષે લગ્ન થવાના છે. આ પહેલા જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

Shah Jina