અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટ પર થયો ફૂલોનો વરસાદ, સગાઇ બાદ જશ્નનો માહોલ- જુઓ તસવીરો અને વીડિયો

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઇ થઇ ગઇ છે, હવે તેઓ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. તાજેતરમાં, અંબાણી પરિવાર રાજસ્થાનથી રોકા સેરેમની બાદ મુંબઈ પરત ફર્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રાધિકા અને અનંત સગાઈ બાદ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જ્યાં કપલ પેપરાજીને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતું જોવા મળ્યું હતું.

આ દરમિયાન કેટલાક લોકો અને પેપરાજીઓએ અનંત અને રાધિકાનું એરપોર્ટ પર ફૂલોથી સ્વાગત કર્યું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં રાધિકા પેસ્ટલ પિંક સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ, અનંત અંબાણી મરૂન કુર્તામાં હેન્ડસમ લાગી રહ્યો છે. આ તસવીરો સાથે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે,

જેમાં નીતા અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળી રહી છે. ગ્રીન સિલ્ક આઉટફિટમાં સજ્જ નીતા અંબાણી તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા સાથે ઘણી ખુશ દેખાઈ રહી છે. સાસુ-વહુની આ જોડી એકસાથે ખૂબ જ ક્યૂટ પણ લાગી રહી છે. રોકા સેરેમની બાદ એરપોર્ટ પર કપલનું ગુલાબના ફૂલોની પાંખડીઓથી સ્વાગત કરવામાં આવ્યુ. જણાવી દઈએ કે 29 ડિસેમ્બર 2022ના રોજ રાધિકા અને અનંતની સગાઈ રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.

જ્યાં રાધિકાએ સગાઈ માટે પીચ કલરનો સૂટ પહેર્યો હતો. બીજી તરફ અનંત બ્લુ કલરના કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળ્યો હતો.બિઝનેસની વાત કરીએ તો, રાધિકા મર્ચન્ટ તેના પિતાનો બિઝનેસ સંભાળે છે અને તે ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સર પણ છે. રાધિકા માટે ‘Jio વર્લ્ડ સેન્ટર’ના ગ્રાન્ડ થિયેટરમાં અરંગેત્રમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યાં બોલિવુડના સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.

જેણે પણ રાધિકાનો ડાન્સ જોયો તે તેના વખાણ કરતા થાકતા નહોતા. જણાવી દઈએ કે રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. વીરેન ‘Encore Healthcare’ના CEO છે. રાધિકાના પિતા વિરેનની ગણના ભારતના અમીર વ્યક્તિઓમાં થાય છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. વર્ષ 2018માં બંનેનો એકસાથે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદથી આ કપલ ઘણીવાર સમાચારોમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાધિકા મર્ચન્ટ તેના ભાવિ સસરા મુકેશ અંબાણી સાથે તિરુપતિ બાલાજી ગઈ હતી. ત્યારની પણ તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી. જણાવી દઇએ કે, રાધિકા અને અનંતનો સંબંધ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે રાધિકાએ ઈશા અંબાણીની સગાઈમાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા સાથે પરફોર્મ કર્યું હતું. ત્યારથી રાધિકા અંબાણી પરિવારના તમામ ફંક્શન અને ઈવેન્ટમાં હાજર રહે છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બંને એક બીજાને બાળપણથી ઓળખે છે અને તેમનો સંબંધ વર્ષો જૂનો છે. આજે 29 ડિસેમ્બર 2022ના રોજ રિલાયન્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વિટર પર અનંત અને રાધિકાને અભિનંદન આપતાં તસવીર શેર કરી હતી. અંબાણી પરિવાર દીકરી ઈશા અંબાણીના બાળકોની મનોકામના પૂરી કરવા માટે શ્રીનાથજી મંદિરમાં વિશેષ પૂજા પાઠ અને નગર મિજબાનીનું પણ આયોજન કરે છે.

મુકેશ અંબાણી નાતિન અને નાતિના આવવાની ખુશીમાં નાથદ્વારા શહેરના દરેક ઘરે મીઠાઈના પેકેટ વહેંચશે. ગુરુવારે બપોરે મુકેશ અંબાણી, કોકિલા બેન અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, આનંદ પીરામલ સહિત પરિવારના અન્ય સભ્યો નાથદ્વારા પહોંચ્યા હતા. પરિવાર દ્વારા સ્થાનિક આદિવાસી પરિવારોને ભોજનનું પ્રથમ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અંબાણી પરિવારને આ મંદિરમાં ઊંડી શ્રદ્ધા છે. જ્યારે અહીં અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

અનંત અંબાણી વિશે વાત કરીએ તો, 10 એપ્રિલ 1995ના રોજ જન્મેલ અનંત રિલાયન્સ ગ્રુપમાં મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યો છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ ન્યૂ એનર્જી બિઝનેસની કમાન અનંતને સોંપી છે.હાલમાં તે રિલાયન્સ 02C અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટર છે. અનંત અંબાણીને ફેબ્રુઆરી 2021માં રિલાયન્સ O2Cના ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. પહેલા અનંતને Jio પ્લેટફોર્મ્સ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો. અનંત અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેનું શિક્ષણ પૂર્ણ કર્યું છે અને હવે તે વ્યવસાયને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

Shah Jina