કચ્છનાં કલાકારોએ ખાસ તૈયાર કરી અનંત અને રાધિકાનાં લગ્ન માટે ગુજરાતની પ્રખ્યાત બાંધણી, મહેમાનોને અંબાણી પરિવારની ખાસ ભેટ
દેશ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી મંગેતર રાધિક મર્ચન્ટ સાથે ટૂંક સમયમાં જ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે અને આ માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. અંબાણી પરિવાર હંમેશા ભારતના અદ્ભુત અને સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપતો રહ્યો છે.
ત્યારે આની ઝલક અનંત અને રાધિકાના લગ્નમાં પણ જોવા મળશે. અનંત-રાધિકાના લગ્નમાં મહેમાનો અંબાણી પરિવાર ખાસ ભેટ આપવાનો છે, ત્યારે આ ભેટ થે ગુજરાતની પ્રખ્યાત બાંધણી. જેની જવાબદારી કચ્છ અને લાલપુરના પ્રતિભાશાળી કારીગરોને સોંપવામાં આવી છે. ગુજરાતની બાંધણી હસ્તકલા અને મહારાષ્ટ્રની પૈઠાની હસ્તકલાનું અનોખું મિશ્રણ હશે.
જણાવી દઇએ કે, તાજેતરમાં જ જામનગરના લાલપુર બાંધણી કેન્દ્રમાં નીતા અંબાણી આવી પહોંચ્યા હતા અને આ સમયે તેમની વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નીતા અંબાણીની લાલપુરના બાંધણી સેન્ટરમાં અચાનક મુલાકાતઘણી ચર્ચામાં આવી હતી અને આ મુલાકાતનું કારણ હવે સામે આવ્યુ છે.
ભારતીય વારસાને જાળવવા અંબાણી પરિવારે કચ્છ અને લાલપુરની કુશળ મહિલા કારીગરોને અનંત અને રાધિકાના આગામી યુનિયન માટે સપનાની ટેપેસ્ટ્રી વીણવા માટે કામ સોંપ્યું છે. અંબાણી પરિવારમાં હવે અનંત અને રાધિકાના લગ્ન માટે સ્વદેશી કપડાને પ્રાધાન્ય આપવામાં આવશે. જણાવી દિએ કે, 1 માર્ચથી 3 માર્ચ 2024 દરમિયાન જામનગરના રિલાયન્સ ગ્રીન ખાતે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શન્સ યોજાશે.
View this post on Instagram