અનંત-રાધિકાની દાંડિયા નાઈટમાં સૌ કોઈ મન મૂકીને ઝૂમ્યા, પાર્થિવ ગોહિલે પોતાના સુરનો જાદુ ચલાવ્યો, જુઓ તસવીરો

અંબાણી પરિવારની દાંડિયા નાઈટમાં છવાયો ગજબનો રંગ, અનંત અને રાધિકા પણ ઘૂમ્યા, તસવીરોએ ચોર્યા દિલ, જુઓ

Anant Radhika Dandiya night : દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે એટલે કે 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. મામેરુ સેરેમની બાદ ગુરુવારે અનંત અને રાધિકા માટે ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને તેના ભાઈ વીર પહાડિયાએ પણ અનંત-રાધિકાની ‘દાંડિયા નાઈટ’માં હાજરી આપી હતી. આ દરમિયાન શિખર પહાડિયા અને તેનો ભાઈ વીર પહાડિયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગરબા નાઈટ માણતા જોવા મળ્યા હતા. આ ગરબા નાઈટમાં મૂળ ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલે પોતાના સુરનો જાદુ ચલાવ્યો હતો.

રાધિકા મર્ચન્ટે દાંડિયા નાઇટ માટે સુંદર જાંબલી રંગનો લહેંગા પહેર્યો હતો. આખા લહેંગા પર કરવામાં આવેલ ગોલ્ડન કલરની એમ્બ્રોઈડરી તેની સુંદરતા બમણી કરી રહી હતી. રાધિકા અંબાણીએ સ્ટ્રેટ પલ્લુ સ્ટાઈલમાં લહેંગા સાથે દુપટ્ટા પહેર્યા હતા. તેણે આ લહેંગા સાથે બે દુપટ્ટા કેરી કર્યા હતા. તેણીએ ફક્ત તેના ખભા પર બીજો દુપટ્ટો રાખ્યો હતો અને તેને તેના કાંડા સાથે જોડી દીધો હતો.

દુલ્હન બનનારી રાધિકા મર્ચન્ટના લુકની ખાસિયત તેના લહેંગા પર ભગવાન શ્રી કૃષ્ણની આર્ટવર્ક હતી. લુકને કમ્પ્લીટ કરવા માટે રાધિકાએ ચોકર નેકલેસ પહેર્યો હતો. રાધિકાએ હેવી લહેંગા સાથે પોતાનો મેકઅપ સિમ્પલ રાખ્યો હતો રાધિકા કોઈપણ ઈવેન્ટમાં સિમ્પલ અને ન્યૂડ મેકઅપમાં જોવા મળે છે. દાંડિયા નાઈટ માટે પણ તેણે ન્યૂડ લિપસ્ટિક પસંદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel