ફેમસ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ 29 ડિસેમ્બર 2022ના રોજ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચેંટ સાથે સગાઇ કરી છે. ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેની પ્રેમાળ ઝલક જોવા મળી રહી છે. તે પછી રોકા સેરેમનીની હોય કે પછી સગાઇ બાદ ગ્રેન્ડ પાર્ટીની. ત્યારે હાલમાં આ નવી નવી સગાઇના બંધનમાં બંધાયેલ જોડી 2023નું જશ્ન મનાવવા રિલાયન્સ ટાઉનશિપ જામનગર પહોંચી હતી અને અહીં પણ બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અંબાણીના એક ફેન પેજ પર કેટલીક ઝલક શેર કરવામાં આવી છે,
જેમાં રાધિકા ટેંક ટોપ અને મલ્ટીકલરના પેંટમાં સુંદર લાગી રહી છે અને તેણે મેસી પોનીટેલ અને ડેવી મેકઅપ કર્યો છે. બીજી તરફ અનંત અંબાણી બ્લૂ ટી શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે તે બંને પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ. જણાવી દઇએ કે, અનંત અને રાધિકા સાથે જામનગર એરપોર્ટ પર બોલીવુડ સ્ટાર જાહ્નવી કપૂર અને બોની કપૂર પણ જોવા મળ્યા હતા. સગાઇ બાદ આ ન્યૂ કપલ પહેલીવાર રિલાયંસ ટાઉનશિપ પહોંચ્યું હતું
અને જેને લઇને રિલાયન્સ ટાઉનશિપને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતુ. જે બાદ જામનગરની રિલાયન્સ ટાઉનશિપમાં ગ્રાન્ડ ન્યૂ યર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ. જણાવી દઇએ કે, અનંત અને રાધિકાની રોકા સેરેમની રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજી મંદિરમાં નજીકના સંબંધીઓ વચ્ચે થઇ હતી. અંબાણીના પીઆરના ઓફિશિયલ નિવેદન અનુસાર,
આ કપલે મંદિરના પારંપારિક રોજ ભોગ શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો અને ભગવાન શ્રીનાથજીનો આશીર્વાદ માંગ્યો હતો. સમારોહની તસવીરોમાં રાધિકા ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી હતી અને અનંત રોયલ બ્લુ કુર્તા અને પાયજામામાં જોવા મળ્યો હતો. રોકા સેરેમની પછી જ્યારે અનંત અને રાધિકા મુંબઇ આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હકો.
આ દરમિયાન રાધિકાએ પેસ્ટલ ગુલાબી શરાર સુટ અને અનંતે મરુન કુર્તો પહેર્યો હતો. મુંબઇ આવ્યા બાદ અનંત અને રાધિકાએ તેમના નજીકના મિત્રો અને પરિવાર માટે ગ્રેન્ડ પાર્ટીનું આયોજન કર્યુ હતુ. જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ છે. થોડા દિવસ પહેલા જ ઇશા અંબાણી તેના ટ્વિન્સ બાળકોના જન્મ બાદ પહેલીવાર ભારત પહોંચી હતી
અને અંબાણી પરિવારે ઇશા અને તેના બાળકોનું સ્વાગત ધામધૂમથી કર્યુ હતુ. તે બાદ અનંત અંબાણીની સગાઇ અને હાલમાં જ સોમવારના રોજ આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીએ તેમના દીકરા પૃથ્વીના બીજા જન્મદિવસ પર ગ્રેન્ડ પાર્ટી રાખી હતી.