આણંદ: ટીચર પત્નીએ 5 દિવસ પહેલાં આત્મહત્યા કરી, પછી અચાનક એવું થયું કે પતિએ પણ આત્મહત્યા કરી

પત્નીએ તો મોતને વહાલું કરી દીધું પછી પતિએ મરતા પહેલા છેલ્લા શબ્દો કહ્યા, માફ કરજો,મારી પત્ની , જાણો વિગત

સમગ્ર દેશમાંથી આપઘાતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે તો ઘણા લોકો પ્રેમમાં નિષ્ફ્ળતા મળવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. તો ઘણી બહેન દીકરો સાસરીના ત્રાસથી પણ પોતાનું જીવન ટૂંકાવી દેવાની ઘણી જ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હાલ આણંદના પેટલાદમાંથી એક હસીમચાવી દેનારી ઘટના સામે આવી છે.

આ ઘટનામાં પત્નીના આપઘાત કર્યા બાદ સાસરી વાળા દ્વારા દીકરીને લઇ લેતા આઘાતમાં સરી પડેલા પતિએ પણ મોતને વાળું કરી લીધું હોવાની ચકચારી ભરેલી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ-સુણાવ આવેલી મસીહ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય યુવકે બુધવારે રાત્રિના સમયે ડિપ્રેશનમાં દુપટ્ટાનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર મૃતકનું નામ નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહિડા સામે આવ્યું છે. આપઘાત કરતા પહેલા તેને સુસાઇડ નોટ પણ લખી હતી જેમાંતેની પત્નીએ પાંચ દિવસ અગાઉ ઝેર પીને આપઘાત કર્યો હતો અને યુવકના સાસરિયાં તેમની બે દીકરીને લઈ જતાં ડિપ્રેશનમાં પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

નિલેશના લગ્ન વર્ષ 2015માં પ્રિયંકા નામની યુવતી સાથે થયા હતા. આ બંનેના પ્રેમલગ્ન હતા. લગ્ન બાદ તેમને બે બાળકીઓ પણ હતી. પરંતુ ગત 10મી તારીખના રોજ પ્રિયંકાએ પેટલાદના ધોબીકુળ તળાવ પાસેના સેલ્ફી પોઈન્ટ પાસે ઝેરી દવા ગટગટાવી હતી. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેને કરમસદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

તો બીજી તરફ પત્નીના આમ અચાનક આપઘાત કરવાથી પતિ નિશાંત ખૂબ વ્યથિત થઈ ગયો હતો. તેનાં સાસરિયાંએ તેની બંને બાળકીઓ 5 વર્ષીય ઝેનન અને દોઢ વર્ષીય પ્રિનિસાને લઈ ગયાં હતાં. એક તરફ પત્નીનો વિરહ અને બીજી તરફ પુત્રીઓને પણ સાસરીવાળા લઈ જતાં નિશાંત આઘાતમાં સરી પડ્યો હતો.

જેના બાદ બુધવારના રોજ પત્નીની પ્રાર્થનાસભા પૂર્ણ થયા બાદ રાત્રે જમી પરવારીને તે તેના ઘરના ઉપરના માળે ગયો હતો. સવારે દસ વાગ્યા સુધી તે નીચે ન આવતાં પરિવારજનોએ તપાસ કરતા ઉપર જઈને જોયું તો નીલેશે દુપટ્ટાનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતક પાસેથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી જેને પોલીસે જે કબજે લઈ બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીલેશે આપઘાત પહેલા જે સુસાઇડ નોટ લખી હતી તેમાં તેને પોતાના દિલની વ્યથા પણ વ્યક્ત કરી હતી. સુસાઇડ નોટમાં નીલેશે લખ્યું હતું, “વહાલાં મારાં કુંટુંબીજનો, ખાસ મારા પપ્પા. મેં તમને કદી સપોર્ટ નથી કર્યો, પણ તમે ઓલવેસ મને ખૂબ સપોર્ટ કર્યો અને બાએ પણ બહુ સાચવ્યો. હું નિશાંત, તમારો દીકરો મારી વાઈફ પ્રિયંકાને મેં 2015થી પ્રેમ કર્યો. એમાં પણ તમે ખૂબ સપોર્ટ આપ્યો. તેને મેં ખૂબ જ દિલથી લવ કર્યો અને મારી બંને દીકરી મારી લાઈફ છે.”

તેને આગળ લખ્યું છે, “હાલ આ સમયે જે પ્રિયંકાએ પગલું ભર્યું, સુસાઈડ કર્યું એમાં સૌથી વધારે મને આઘાત લાગ્યો છે. મારી 4 જણની ફેમિલી એમાં વીખરાઈ ગઈ છે. હું તેના વગર નહિ જીવી શકું અને જે કર્યું એમાં મારી સેજ બી ભૂલ નહોતી. હું નિર્દોષ છું. તે નથી અને મારા સાસરીવાળા જે મારી બે દીકરીને લઈ ગયા અને મને પાછી આપતા નથી એનાથી હું ખૂબ ડિપ્રેશનમાં છું. એ ત્રણેય વગર હું નહિ જીવી શકું. સોરી, તમને હું છોડીને જાઉં છું. તમે ખૂબ મને સાચવ્યો, મારી પડખે ઊભા રહી મને હિંમત આપી પણ મેં ઓલવેઝ તમારું કોઈનું ના માનીને મારી સાસરીવાળાને જ સાચવતો અને રાખતો હતો. એમાં હું તમારાથી પણ અલગ થઈ ગયો હતો. એટલો તમે મને સાચવ્યો, પણ હવે હું નિર્દોષ હોવા છતાં મારા સાસરીવાળા મારો દોષ કાઢીને મને તેમજ તમને (મમ્મી-પપ્પા)ને પણ ખોટી રીતે ફરિયાદ કરી ફસાવવા માગતા હોઈ અને મારી દીકરીઓને મારી પાસેથી લઈ ગયા હોઈ,હું આ સહન કરીને રહી શકું એમ નથી. એને કારણે હું પણ હજુ પણ પ્રિયંકાને ખૂબ ચાહતો હોઈ, તેની પાસે જતો રહું છું તમને છોડીને, મને માફ કરશો.”

નીલેશે પોતાનું દુઃખ વર્ણવતા જણાવ્યું હતું કે, “પ્લીઝ કઈ કહેશો નહીં, પણ હું બધાને ખૂબ ચાહું છું. સમાજમાં બધા કહેશે કે મેં કોઈનું ના વિચાર્યું, પણ હું મારી વાઈફ વગર નહિ જીવી શકું, કેમ કે મારી બંને દીકરીઓ પણ મારી પાસે નથી. તમે એ લોકોને ઘણો સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એ લોકોને હું આ પગલું ભરીને બતાવીશ કે હું ખોટો નહોતો, પણ સૌથી વધારે તો મને મારી વાઈફની ખોટ પડશે. હવે એ લોકોથી હું કંટાળી ગયો છું. મારી દીકરીઓને પણ સાસરીવાળાઓએ મારાથી દૂર કરીને મને મારું જીવન તોડી નાખ્યું. હું મારી વાઈફ જોડે જાઉં છું, મને પ્લીઝ દિલથી માફ કરી દેજો. તમારો એકનો એક દીકરો નિશાંત અને હા, મારા ઘરના લોકોએ કદી પ્રિયંકાને સેજ બી ખરાબ રીતે ત્રાસ નથી આપ્યો કે જેથી તે આ પગલું ભરે, પણ સાસરીવાળાએ મને મેન્ટલી તોડી નાખ્યો. મેં મારી દીકરીઓ માટે બહુ કંટ્રોલ કર્યો. મારા દરેક મિત્રો, સગાં, સ્ટાફ- દરેકનો દિલથી હું આભારી છું. ફોનમાં વીડિયો છે, I am Sorry. Nishant.”

સુસાઇડ નોટની અંદર નીલેશે જે વીડિયો વિશેનો ઉલ્લેખ કર્યો છે તે અંગે હજુ રહસ્ય બનેલું છે. પોલીસ પણ તેના વિશે તપાસ કરી રહી છે. આ વીડિયો સામે આવતા ઘણા રહસ્યો પણ ઉકેલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃતક નિલેશ  ચાંગા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર (એમએચડબ્લ્યુ) તરીકે ફરજ બજાવતો હતો. જયારે તેની પત્ની પ્રિયંકા ડીસા સ્થિત થરામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. માતા પિતા બંનેના આપઘાતના કારણે તેમની દીકરીઓના માથેથી પણ માતા પીતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે.

Niraj Patel