બાહુબલીની દીકરીના થયા લગ્ન :50 ક્વિંટલ નોનવેજ, 100થી વધારે પકવાન, 3 લાખ રસગુલ્લાથી મોં મીઠું, 50 ક્વિંટલ નોનવેજ તો 3 લાખ…

બાહુબલીની દીકરીના લગ્ન, 100થી વધારે પકવાન, 15 હજારથી વધારે મહેમાન, દીકરીના લગ્નના ખાવાની છે આટલી ચર્ચા, 50 ક્વિંટલ નોનવેજ તો 3 લાખ…

બિહારના બાહુબલી નેતાઓમાંના એક પૂર્વ સાંસદ આનંદ મોહન અને લવલી આનંદની દીકરી સુરભિ આનંદ બુધવારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગઇ છે. સુરભિના લગ્ન મુંગેરના રહેવાસી રાજહંસ સિંહ સાથે ઘણા જ ધામધૂમથી થયા હતા. સુરભિએ વકાલતનો અભ્યાસ કર્યો છે અને તે સુપ્રીમ કોર્ટમાં વકીલ છે.

ત્યાં સુરભિનો પતિ રાજહંસ રેલવેમાં આઇઆરટિએસ ઓફિસરના પદ પર તૈનાત છે. હાલમાં ધનબાદમાં ARM પોસ્ટ પર કામ કરે છે. તેણે વર્ષ 2019માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. રાજહંસના પિતા દયાનંદ સિંહ ખેડૂત છે અને તેનો પરિવાર મુંગેરમાં રહે છે. બિહારના રાજકીય વર્તુળોના દિગ્ગજ નેતાઓએ 2023ના શાહી લગ્નમાં હાજરી આપી હતી.

15 ફેબ્રુઆરીએ પૂર્વ સાંસદ બાહુબલી આનંદ મોહનની પુત્રી સુરભી આનંદના લગ્ન થયા હતા, જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી હતી. લગ્નમાં ડેકોરેશનથી લઈને ખાવા-પીવા સુધીની જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂડમાં નોન-વેજ સહિતની 100થી વધુ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી,

જેમાં લગભગ 50 ક્વિન્ટલ નોન-વેજ બનાવવામાં આવ્યુ હોવાનું મીડિયાના ઘણા રીપોર્ટ્સમાં સામે આવ્યુ હતુ. જેમાં લગભગ 25 ક્વિન્ટલ મટન, 15 ક્વિન્ટલ ચિકન અને 10 ક્વિન્ટલ માછલીનો સમાવેશ થાય છે. પરંતુ ખાસ વાત એ છે કે જાનૈયાઓએ નોન-વેજ ખાધુ નહોતુ. તમામ જાનૈયા શાકાહારી છે, તેથી જ તેમના માટે કોઈ નોન-વેજ નહોતુ, તેમના માટે વેજ ખાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,

જેમાં ભારતીય અને કોન્ટિનેન્ટલનો સમાવેશ થાય છે. મીઠાઈમાં ગુલાબ જામુન, રસગુલ્લા, રસમલાઈ, ઈમરતી, મૂંગ દાળનો હલવો સહિત 10 વિવિધ પ્રકારની વાનગીઓ હતી. લગભગ 2 થી 3 લાખ રસગુલ્લા બનાવવામાં આવ્યા હતા. પટનાના બૈરિયા વિસ્તારમાં એક ખાનગી ફાર્મમાં લગ્ન થયા હતા. આ ફાર્મની અંદર એક ટાપુ છે,

જેની આસપાસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. આ ટાપુ પર સુરભી આનંદે લગ્ન કર્યા હતા. આ ટાપુની ક્ષમતા 20000 હજારથી વધુ લોકોની છે. આ સમગ્ર ફાર્મ લગ્નના 15 દિવસ અગાઉથી તૈયાર કરવામાં આવી રહ્યું હતુ. સુરભી આનંદની હલ્દી અને સંગીત સમારોહ 13 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો હતો. આ પછી 14 ફેબ્રુઆરીની સાંજે મહેંદી વિધિ પૂર્ણ થઈ.

બંને દિવસે લગ્નની વિધિઓ દરમિયાન સુરભી રોયલ લુકમાં જોવા મળી હતી. સુરભીના લગ્નમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા સમ્રાટ ચૌધરી સહિત બિહારના ઘણા નેતાઓ સામેલ થયા હતા. આ સિવાય કેન્દ્ર સરકારના ઘણા નેતાઓને પણ આ લગ્ન માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતુ.

Shah Jina