રાજકોટમાં પાણીની અંદર દોડતી પોલીસની બોલેરોનો વીડિયો જોઈને આનંદ મહિન્દ્રાએ જણાવ્યો તેમનો આગળનો પ્લાન, કંપની હવે બનાવશે..

છેલ્લા થોડા દિવસ પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રમા વરસાદે કાળો કહેર વર્તાવ્યો હતો, ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થયા હતા. આ બધા વચ્ચે એક વીડિયો રાજકોટમાંથી વાયરલ થયો હતો, જેમાં પાણીના પ્રવાહને ચીરતી પોલીસની મહિન્દ્રા બોલેરો ગાડી આગળ નીકળી રહી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો, જેના બાદ ઘણા લોકોએ તેને શેર પણ કર્યો હતો. આ વીડિયો આનંદ મહિન્દ્રાએ પણ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર શેર કર્યો હતો, અને આ વીડિયોને જોઈને તે  પોતે પણ હેરાન રહી ગયા હતા.  ત્યારે આ વાયરલ વીડિયોને જોઈને આનંદ મહિન્દ્રાએ તેમનો આગળનો પ્લાન પણ જણાવ્યો છે.

મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ દ્વારા બુધવારના રોજ તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર મહિન્દ્રા થારનો નદી પાર કરતો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં થાર પાણીના તેજ પ્રવાહને ચીરતી નદીમાં ઉતરી જાય છે અને પછી આરામથી નદી પાર કરી અને બીજા કિનારે પહોંચી જાય છે.


આ વીડિયો શેર કરવાની સાથે જ આનંદ મહિન્દ્રાએ લખ્યું હતું કે, “મેં ગુજરાતની બોલેરોને પૂરના પ્રવાહમાંથી પસાર થતો વીડિયો રીટ્વીટ કર્યો, જેને ઘણા લોકોએ તેમના યુટ્યુબ ઉપર શેર કર્યો હતો હવે થારને જોયા બાદ મને લાગે છે કે અમારે મહિન્દ્રા એમ્ફીબિયસ વ્હિકલ નામનું એક નવું વેરિએન્ટ બનાવવું પડી શકે છે.” એટલે કે એવું વાહન કે જે પાણી અને જમીન બંને ઉપર ચાલી શકે.

ટ્વીટર ઉપર આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકોએ નિહાળી લીધો છે. તો ઘણા યુઝર્સ દ્વારા કોમેન્ટમાં મહિન્દ્રાની બીજી ગાડીઓના આવા જ વીડિયો શેર કર્યા છે.

Niraj Patel