આણંદમાં રહેતા બે બાળકોના પિતાએ બંને બાળકોની પહેલા કરી હતી હત્યા, પછી પોતે પણ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત, સમગ્ર પંથકમાં ચકચાર

પિતાએ ફૂલ જેવી દીકરીની હત્યા કરી પછી પોતે પણ આત્મહત્યા કરી હતી, સ્યુસાઇડ નોટમાં જે મળ્યું એ જાણીને રુવાડા ઉભા થઇ જશે

રાજ્યભરમાં ઠેર ઠેરથી આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આજે આણંદમાંથી આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પિતાએ પોતાના બંને ફૂલ જેવી દીકરીઓની હત્યા કરી અને પોતે પણ મોતને વહાલું સમગ્ર પંથકમાં કરતા ચકચાર મચી જવા પામ્યો હતો.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર મૂળ પાદરા તાલુકાના દુધવાડા ગામના ચિરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિ અને હાલ આણંદ બોરસદ ચોકડી વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસ પાછળ મેલડી માતાના ફળિયામાં રહેતા હતા. છ માસ પહેલા જ તેમની પત્નીનું પુત્ર જન્મ સમયે અવસાન થયું હતું. જેનો ઊંડો આઘાત ચિરંજીવીને લાગ્યો હતો.

પત્નીના અવસાનને 6 મહિના વીત્યા હોવા છતાં પણ તે તેના વિરહમાં ઝૂરી રહ્યો હતો જેના કારણે અંતે પોતાના બે દીકરીઓ છ વર્ષની દીકરી માનસી અને ત્રણ વર્ષની દીકરી પ્રિયાંશીની હત્યા કરી અને પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આજે સવારે જયારે દૂધવાળો દૂધ આપવા માટે આવ્યો ત્યારે દરવાજો ના ખોલતા દૂધવાળાએ આસપાસના લોકોને જાણ કરી હતી, જયારે આસપાસના લોકોએ મળીને દરવાજો ખોલીને જોતા ચિરંજીવી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.

તો ચિરંજીવીની બંને દીકરીઓ પથારીમાં મૃત હાલતમાં પડેલી મળી હતી. આ ઘટનાની જાણ આણંદ પોલીસને કરતા આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

Niraj Patel