બોલીવૂડના મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચને ફરી એકવાર મોટું દિલ રાખીને ખેડૂતોની મદદ કરી છે. તેમને બિહારના 2100 ખેડૂતોની લોન ચૂકવીને ખેડૂતોને રાહત આપી છે. આ વાતની જાણકારી તેમને પોતાના બ્લોગ દ્વારા આપી છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું, ‘વચન પૂરું કર્યું, બિહારના જે ખેડૂતોની લોન બાકી હતી, એમાંથી 2100 ખેડૂતોને પસંદ કરવામાં આવ્યા અને વન ટાઈમ સેટલમેન્ટ સાથે તેમની લોન ચુકાવી દેવામાં આવી. આમાંથી કેટલાક ખેડૂતોને ‘જનક’ (અમિતાભ બચ્ચનનો બંગલો) પર બોલાવવામાં આવ્યા અને વ્યક્તિગત રીતે અભિષેક બચ્ચન અને શ્વેતાના હાથે આપવામાં આવ્યા.’

આ પહેલા તેમને લખ્યું, ‘એ ખેડૂતો માટે આ ભેટ છે જે લોન ચૂકવી નથી શકતા. એ લોકો હવે બિહાર રાજ્યથી હશે.’ જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જયારે અમિતાભ બચ્ચને ખેડૂતોની મદદ કરી હોય. ગયા બારશે પણ તેમને ઉત્તરપ્રદેશના હજારો ખેડૂતોની લોન ચૂકવી હતી.

આ સાથે જ પોતાના બ્લોગમાં તેઓએ પુલવામાના શહીદોના પરિવારોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું, ‘એક વધુ વચન પૂરું કરવાનું છે. બહાદુર સૈનિકો જેઓએ દેશ માટે પુલવામામાં પોતાનો જીવ કુરબાન કરી દીધો, તેમના પરિવાર અને પત્નીઓની આર્થિક મદદ કરજે. સાચ્ચા શહીદ.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks