“કોન બનેગા કરોડપતિ” શોમાં જોવા મળી સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સાદગી, ઘૂંટણીએ પડીને 9 વર્ષના ટેણીયાને પહેરાવ્યા બુટ, વીડિયોએ જીત્યા દિલ

અમિતાભ બચ્ચનની સાદગીએ જીત્યા સોશિયલ મીડિયા યુઝર્સના દિલ, જમીન પર બેસીને આ બાળકને પહેરાવ્યા શૂઝ, જુઓ

ટીવી પર પ્રસારિત થતો શો “કોન બનેગા કરોડપતિ” દર્શકોની પહેલી પસંદ છે, આ શોમાં ઘણા લોકોએ અઢળક પૈસા પણ જીત્યા છે, સાથે શોના ઘણા એપિસોડમાં આવતી કેટલીક કહાનીઓએ દર્શકોના દિલ પણ જીતી લીધા છે. ત્યારે વર્ષોથી આ શોને હોસ્ટ કરી રહેલા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના જીવન વિશેની પણ કેટલીક અવનવી વાતો જાણવા મળતી હોય છે. ત્યારે ઘણીવાર અમિતાભ બચ્ચનની સાદગી પણ જોવા મળતી હોય છે.

હાલ કેબીસીમાં જુનિયર એપિસોડ ચાલી રહ્યા છે ત્યારે અમિતાભ બચ્ચાને કંઈક એવું કર્યું જેના પછી લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. જ્યારે અમિતાભ બચ્ચન પોતે હોટ સીટ પરથી ઉભા થયા અને એક સ્પર્ધકને શૂઝ પહેરાવવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અમિતાભ બચ્ચન કેબીસીના સેટ પર કંઈકને કંઈક કરતા રહે છે, જેના કારણે તેઓ લાઇમલાઇટમાં આવે છે. સેટ પર, તેઓ સ્પર્ધકો સાથે ખૂબ જ મસ્તી અને મજાક કરે છે, જે વાતાવરણને ખૂબ જ રસપ્રદ બનાવે છે. તાજેતરના એપિસોડમાં કંઈક આવું જ બન્યું જ્યારે 9 વર્ષનો અંશુમન પાઠક તેમની સામે બેઠો હતો. જણાવી દઈએ કે અંશુમન ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ જીતીને હોટ સીટ પર પહોંચી ગયો હતો.

અમિતાભ બચ્ચને અંશુમન સાથે ઘણી મૂવમેન્ટ શેર કરી હતી. આ દરમિયાન તેણે અંશુમનને ઘણા પ્રશ્નો પૂછ્યા. અંશુમને વાતચીત દરમિયાન જણાવ્યું કે તે મોટો થઈને વીડિયો ગેમ ડેવલપર બનવા માંગે છે. તો બીજી તરફ, અંશુમનનો મજેદાર જવાબ અમિતાભને ઘણો પ્રભાવિત કરે છે. આ દરમિયાન અંશુમન પોતાના જૂતા ખોલે છે અને કેટલાક સંસ્કૃત શ્લોકો વાંચવાની ઈચ્છા વ્યક્ત કરે છે. જેનું અમિતાભ સ્વાગત કરે છે.

શ્લોકનો પાઠ કર્યા પછી, જ્યારે અંશુમન તેના જૂતા પહેરવાનો પ્રયાસ કરે છે, ત્યારે અમિતાભ પોતે તેમની હોટ સીટ પરથી ઉભા થાય છે અને અંશુમનને તેના જૂતા પહેરવામાં મદદ કરવા માટે ઘૂંટણિયે પડે છે. આ જોઈને સેટ પરના દર્શકો તાળીઓ પાડવા લાગે છે. જો કે અંશુમન અમિતાભને આવું ન કરવા કહે છે, પરંતુ અમિતાભ તેને જવાબ આપીને કહે છે કે તમે જીનિયસ છો, તેથી તે તેને શૂઝ પહેરવામાં મદદ કરી રહ્યા છે. અમિતાભનું આ રૂપ જોઈને તેના ચાહકોને તેની સાદગીનો વિશ્વાસ થઈ ગયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel