શું હવે તારક મહેતામાં નહિ જોવા મળે બાપુજી ? અમિત ભટ્ટે વીડિયો શેર કરીને જણાવી અકસ્માત અને શોને લઈને હકીકત, જે કહ્યું એ સાંભળીને ચાહકોને લાગ્યો ધ્રાસ્કો, જુઓ

તારક મહેતાના બાપુજીના અકસ્માત થયાના સમાચાર બાદ પહેલીવાર સામે આવ્યું અમિત ભટ્ટનું નિવેદન, વીડિયો શેર કરીને જણાવી અકસ્માત પાછળની હકીકત, જુઓ

છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતો શો “તારક મહેતા કા ઉલટા ચશ્મા” આજે પણ દર્શકોની પહેલી પસંદ છે. આ શોની જેમ શોના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. ત્યારે આ શોની અંદર ઘણા એવા પાત્રો પણ છે જે આ શોના શરૂઆતથી જોડાયેલા છે

અને ઘણા પાત્રોએ શોને અલવિદા કહી દીધું અને તેમની જગ્યા નવા પાત્રોએ પણ લઇ લીધી છે. ત્યારે એવું જ એક પાત્ર છે બાપુજીનું, જે અભિનેતા અમિત ભટ્ટ નિભાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ખબર આવી હતી કે અમિત ભટ્ટનો એક જોરદાર અકસ્માત થયો છે, શોના શૂટિંગ દરમિયાન તેમને ઇજા થતા શોમાંથી બહાર થયા છે અને તેમને ડોક્ટરોએ પણ આરામ કરવાનું કહ્યું હતું.

ત્યારે અત્યાર સુધી આ બાબતે શોના મેકર્સ અને અમિત ભટ્ટ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું, પરંતુ હવે અમિત ભટ્ટે જ આ મામલે એક વીડિયો શેર કરીને ચાહકોને પોતાની હાલત જણાવી છે. અમિત ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે હવે એકદમ ઠીક છે અને ફિટ છે.

વીડિયોમાં તેમણે કહ્યું કે બે દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે ચંપક ચાચા એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અમિત ભટ્ટનો એક ભયાનક અકસ્માત થયો છે. તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમણે કહ્યું કે તેમની સાથે આવું કંઈ થયું નથી. તેને માત્ર સામાન્ય ઈજાઓ છે.

તેમણે કહ્યું કે શોના શૂટિંગમાં એક સીન હતો. આ સીનમાં સોઢીનું કારનું ટાયર હાથમાં છટકી જાય છે અને તે ટાયર પાછળ ભાગે છે. શૂટિંગ દરમિયાન ટાયર એક રીક્ષાને ભટકાઈને પાછું ફરે છે અને આ દરમિયાન તેમને ઘૂંટણમાં વાગે છે. ડૉક્ટરે 10-12 દિવસનો આરામ કરવાની સલાહ આપી છે અને તે હવે એકદમ સ્વસ્થ છે. આ ઉપરાંત તેમણે બધાનો આભાર પણ માન્યો હતો. અને સાથે જ તેમની તબિયતની ચિંતા ના કરવાનું પણ જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

Niraj Patel