ભારત આવેલી વિદેશી છોકરીને ગમી ગયો 12 પાસ ભારતીય મર્દ, અંગ્રેજી નહોતું આવડતું તો પણ..જુઓ PHOTOS
અમેરિકાથી ભારત ફરવા આવેલી એક ગોરી એક યુવકને દિલ દઇ બેઠી અને પ્રેમ એવો થયો કે પોતે જ પ્રપોઝ કરી લીધુ. બંનેની પ્રેમ કહાની ઘણી રોચક છે. જો તમે વાંચશો તો તમે પણ હેરાન રહી જશો. તો ચાલો જાણીએ આ કપલની પ્રેમ કહાની…
અમેરિકાની કેનેડી વર્ષ 2015માં ભારત ફરવા આવી હતી. ત્યાં તે હિમાચલના ડેલહાઉસી ફરવા ગઇ તો ત્યાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેને ત્યાંના ટુરિસ્ટ પ્લેસની પણ જાણકારી હતી નહિ. અહીં રહેવા માટે પણ કોઇ ઠેકાણુ ન હતુ. તે નિરાશ થઇને બેઠી અને તે બાદ એ સમયે પૃથ્વી કયાંક જઇ રહ્યો હતો અને તે રસ્તામાં માયૂસ બેસેલી હતી. પૃથ્વીથી રહેવાયુ નહિ અને તેણે પરેશાની વિશે પૂછી લીધુ.
પૃથ્વીએ પૂરી વાત જાણી કેનેડીને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી અને ત્યાંના ટુરિસ્ટ પ્લેસ પર પણ ફરાવી. બસ આ જ મિત્રતાના પરવાન પર ચઢી અને કેનેડીને પૃથ્વી સાથે પ્રેમ થઇ ગયો. પ્રેમ થયો પણ એવો થયો કે તેણે પૃથ્વીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધુ. પૃથ્વી આમ તો 12 પાસ છે, શરૂઆતમાં અંગ્રેજી સમજવામાં ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ ધીરે ધીરે બંને એકબીજાને સમજવા લાગ્યા.
પૃથ્વીએ જણાવ્યુ કે, તે કેનેડીને જીવનસાથીના રૂપમાં પામી ઘણો ખુશ છે. તેને ઉમ્મીદ પણ ન હતી કે વિદેશી મેમ તેનો સ્વીકાર કરશે અને તેની સાથે સલૂણીમાં રહેવા માટે તૈયાર થઇ જશે.
હિમાચલના ચંબા જિલ્લાના સલૂણી ઉપમંડલના ગામ તિવારીના રહેવાસી પૃથ્વી સિંહે અમેરિકાની વોશિંગ્ટન યુવતી કેનેડી સાથે લગ્ન કરી લીધા છે. એસડીએમ કાર્યાલય સલૂણીમાં બંનેએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરી લીધા. તમને જણાવી દઇએ કે, વર્ષ 2015માં તે બંનેની મુલાકાત થઇ હતી અને તે બાદ તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
પૃથ્વી પહેલા એક હોટલમાં કામ કરતો હતો અને સ્કૂલમાં બાળકને કરાટેની કોચિંગ પણ આપતા હતા. કેનેડીએ જણાવ્યુ કે, પૂરા વિશ્વમાં ભારતીય પુરુષ ઇમાનદાર પતિના રૂપમાં જાણિતા છે. તે માટે તેમણે ભારતના રહેવાસી પૃથ્વી સિંહને જાણીને તે બાદ પતિના રૂપમાં પસંદ કર્યા.