અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક અંધાધુન ગોળીબારમાં એક બાળકનું થયું મૃત્યુ, ગુજરાતીઓ સાવધાન થઇ જજો

સુખી સમૃદ્ધ અમેરિકાના સપના જોનારા અને ત્યાં રહેતા ગુજરાતીઓ સાવધાન: હુમલાખોરોએ પોલિસ અધિકારી સહિત અનેક પર વરસાવી ગોળીઓ, જુઓ વીડિયો

અમેરિકામાં ગોળીબાર તો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હાલમાં વોશિંગ્ટન ડીસીમાં ગોળીબાર થયો છે. આ પહેલા ઘણી જગ્યાએ ગોળીબારની ઘટનાઓ બની ચૂકી છે. આમાં લગભગ આઠ લોકોના મોત થયા છે. ત્યારે હાલમાં જ શિકાગોમાં પાંચ ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હતા. રવિવારે લોસ એન્જલસમાં એક પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ પહેલા પણ ઘણી મોટી ઘટનાઓ સામે આવી ચુકી છે.

ગત મહિને જ એક સ્કૂલમાં થયેલા ગોળીબારમાં 19 માસૂમ બાળકો સહિત 21 લોકો ગોળી મારી ગયા હતા. ત્યારે ફરી એકવાર ગોળીબારની ઘટનાથી અમેરિકા હચમચી ગયું છે. આ વખતે ગોળીબાર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે થયો હતો. જેમાં એક પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલ લોકોમાંથી એક 15 વર્ષીય છોકરાનું મોત થયું હોવાના અહેવાલ છે. ફાયરિંગની આ ઘટના એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બની હતી. આ કોન્સર્ટ જુનટીન્થની ઉજવણી માટે થઈ રહ્યો હતો.

ફાયરિંગની ઘટના 14th અને U Street વિસ્તારમાં બની હતી. પોલીસકર્મી સહિત કુલ ચાર લોકોને ગોળી વાગી હતી. આ વિસ્તારમાં ભીડ હતી તેથી પોલીસકર્મીએ ત્યાં ગોળીબાર કર્યો ન હતો. ઘાયલોમાં એક 15 વર્ષનો છોકરો પણ સામેલ હતો, જેનું મોત થયું છે.આ ઘટના રવિવારે રાત્રે બની હતી. હુમલાખોરે મ્યુઝિક કોન્સર્ટના સ્થળે લોકો પર ગોળીબાર કર્યો હતો.વોશિંગ્ટન પોલીસ વિભાગે જણાવ્યું હતું કે મ્યુઝિક કોન્સર્ટના સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વોશિંગ્ટન પોલીસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આ ઘટનામાં એક યુવકને ગોળી વાગી હતી જેનું મોત થયુ છે. એક પોલીસ અધિકારી ઉપરાંત અન્ય બે લોકો ઘાયલ થયા હતા. જેમની સારવાર ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં આવી ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. રાષ્ટ્રપતિ જો બિડેને પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે બાળકો અને પરિવારોની સુરક્ષા માટે આવા હથિયારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બિડેન આગામી દિવસોમાં બંદૂક ખરીદવાની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરી શકે છે.

Shah Jina