ભૂસ્ખલનના કારણે રસ્તો થઇ ગયો બંધ, એમ્બ્યુલન્સ આવી ના શકી, તો પતિ તેની પત્નીને ખભા ઉપર સારવાર માટે લઈને દોડ્યો, પરંતુ…….

હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને આ સમયે પહાડી વિસ્તારોમાં લોકો મોટી મુસીબતોનો સામનો પણ કરી રહ્યા છે. આ દરમિયાન પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે યાતાયાત પણ ખોરવાઈ ગયો છે. જેના કારણે દવાખાને જવા માટે પણ લોકોને હાલાકી પડી રહી છે.

આવી જ એક ઘટના મહારાષ્ટ્રના નંદુરબારમાંથી સામે આવી છે. જ્યાં બુધવારના રોજ ચાંદ સૈલીઘાટની પાસે ભૂસ્ખલન થવાના કારણે રસ્તો બંધ થઇ ગયો. તેજ વિસ્તારમાં રહેવા વાળા સિદલીબાઈ પાડવી નામની મહિલાની તબિયત અચાનક ખરાબ થઇ. અને યાતાયાત બંધ હોવાના કારણે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે એમ નહોતી.

જેના બાદ પતિએ જ તેની પત્નીને ખભે ઊંચકી અને તેનો જીવ બચાવવા માટે ડોક્ટર પાસે લઈને જવાનો નિર્ણય કર્યો. પતિ તેની જીવનસાથીને બચાવવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યો હતો, ઘણે દૂર સુધી તેને ઊંચકીને ભાગતો રહ્યો જેના કારણે તે સમય સર હોસ્પિટલ પહોંચી અને તેનો જીવ બચાવી શકે. પરંતુ આ બધા વચ્ચે જ પત્નીએ રસ્તામાં જ દમ તોડી દીધો અને તેનું મોત થયું.

પતિ તેની પત્નીના શબને રસ્તા વચ્ચે મૂકીને ઘણીવાર સુધી રડતો રહ્યો. સાથે સરકાર અને તેની કિસ્મતને પણ કોષતો રહ્યો. જેના બાદ તે ફરીથી દિલ ઉપર પથ્થર રાખી અને તેની પત્નીના શબને ઘરે લઇ આવ્યો. આ ઘટનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી છે. જેના બાદ લોકો પણ તેને જોઈને ભાવુક થઇ રહ્યા છે.

Niraj Patel