હવામાં ઉડતા ઉડતા જ અંબાતી રાયડુએ પકડ્યો IPL 2022નો સૌથી શ્રેષ્ઠ કેચ, દર્શકો થયા ખુશ ખુશાલ, જુઓ વીડિયો

ક્રિકેટના મેદાનમાં ઘણી વખત આપણને કંઈક એવું જોવા મળે છે જે દરેકને આશ્ચર્યચકિત કરી દે છે. IPL2022માં મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં કંઈક આવું જ બન્યું હતું, જ્યારે CSKનો સ્ટાર ખેલાડી અંબાતી રાયડુ હવામાં ઉછળતો જોવા મળ્યો હતો.

રાયડુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અંબાતી રાયડુ હવામાં ડાઇવિંગ કરતી વખતે શાનદાર કેચ લેતો જોવા મળે છે. જેના બાદ દેર્શકો પણ અંબાતી રાયડૂના ખુબ જ વખાણ કરતા જોવા મળી રહ્યા છે અને તેને ઉડતા રાયડુ કહીને પણ સંબોધી રહ્યા છે.

મંગળવારે DY પાટિલ સ્ટેડિયમમાં CSK અને RCB વચ્ચેની મેચની બીજી ઇનિંગની 16મી ઓવરની ચોથા બોલ ઉપર આ અદભૂત કેચ જોવા મળ્યો હતો. જ્યારે રવીન્દ્ર જાડેજાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નંબર 9 બેટ્સમેન આકાશ દીપને બોલ ફેંક્યો, જેણે માત્ર સિંગલ લેવા માટે જ બોલ માર્યો.

બોલ રાયડુથી દૂર જઈ રહ્યો હતો પરંતુ CSK સ્ટારે ફુલ લેન્થ એક્રોબેટિક ડાઈવથી કેચ પકડવામાં સફળ રહ્યો હતો. જ્યારે તેણે ચિત્તા જેવી ચપળતા બતાવીને આ કેચ પકડ્યો ત્યારે તે પોતે પણ વિશ્વાસ ન કરી શક્યો. ટીમના બાકીના ખેલાડીઓ પણ રાયડુના આ કેચને જોતા રહી ગયા હતા. આ કેચ બાદ તમામ ખેલાડીઓ મેદાન પર હસતા જોવા મળ્યા હતા.

રાયડુના શાનદાર કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેને ‘ઉડતા રાયડુ’ કહી રહ્યા છે. તેના સાથી ખેલાડી રોબિન ઉથપ્પાએ રાયડુના એક્રોબેટિક કેચ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ઉમેર્યું, “રાયડુના કેચ પછી, અમે ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.”

આ મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સે શિવમ દુબે (95) અને રોબિન ઉથપ્પા (88)ની શાનદાર ઈનિંગ્સને કારણે RCBને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના કારણે RCBના સ્ટાર ખેલાડીઓ તેને પાર કરી શક્યા ન હતા.

આ મેચમાં ન તો વિરાટ કોહલી ચાલ્યો, ન તો ફાફ ડુ પ્લેસિસ અને મેક્સવેલ પણ માત્ર 26 રન બનાવીને આઉટ થયો. કોઈક રીતે બેંગ્લોરની ટીમ 193 રન બનાવી શકી અને 23 રનથી મેચ હારી ગઈ. આ ઉપરાંત ચેન્નાઈએ RCB સામેની જીત સાથે સતત ચાર હાર બાદ આખરે પોતાનું ખાતું ખોલ્યું. હવે રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ટીમ 17 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સાથે જીતનો સિલસિલો જાળવી રાખવા પર નજર રાખશે.

Niraj Patel