દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેનો પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, તેમના જીવન વિશે જોડાયેલી ઘણી બાબતો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી રહે છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારના વૈભવી જીવન વિશે તો મોટાભાગે બધા જ લોકો જાણે છે, પરંતુ અવાર નવાર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી બાબતો પણ સામે આવે છે કે તે જાણીને આપણે પણ હેરાન રહી જઈએ.
આજે તમને એવી જ એક રોચક માહિતી અંબાણી પરિવારના એક મહત્વના સદસ્ય વિશે આપીશું, જે ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની માતા છે. હા, અમે વાત કરી રહ્યા છીએ કોકિલાબેન અંબાણીની.
કોકિલાબેન અંબાણી ખુબ જ સાદગી ભર્યું જીવન જીવે છે, પરંતુ તમે એક વાત જો ધ્યાનથી જોઈ હોય તો તે હંમેશા ગુલાબી રંગની સાડીમાં જ તમને નજર આવશે ? ઘણા લોકોના મનમાં એ સવાલ આવ્યો હશે કે દેશના સૌથી ધનવાન વ્યક્તિની માતા આખરે ગુલાબી સાડીમાં જ કેમ જોવા મળે છે ? તો આજે અમે તમને એ વાતનો જવાબ જણાવીશું.
કોકિલાબેન અંબાણી કોઈ પણ પ્રસંગમાં પહોંચ્યા હોય તે ભાગ્યે જ બીજી સાડીમાં જોવા મળ્યા હશે, વળી સોશિયલ મીડિયામાં પણ તેમની મોટાભાગની તસવીરો ગુલાબી સાડીમાં જ જોવા મળશે. કોઈ પારિવારિક પ્રસંગ હોય તો પણ તે ગુલાબી સાડીમાં જ જોવા મળે છે.
જો વાત કરીએ તેમનું આ એક જ રંગની સાડી પહેરવાના કારણે વિશે તો તમને જણાવી દઈએ કે કોકિલાબેનને ગુલાબી રંગ ખુબ જ પસંદ છે અને તેના કારણે તે ગુલાબી રંગ વધારે પસંદ કરતા હોય છે.
આ ઉપરાંત ભારતીય પરંપરા અનુસાર ગુલાબી રંગને સન્યાસ, શુદ્ધતા અને પવિત્રતાનું પણ પ્રતીક માનવામાં આવે છે, જેના કારણે પણ કોકિલાબેન ગુલાબી રંગ પહેરવાનું પસંદ કરે છે.
આ સિવાય પતિના નિધન બાદ મોટાભાગની મહિલાઓ સફેદ અથવા ગુલાબી રંગ પહેરવાનું પસંદ કરે છે જેના કારણે પણ કોકિલાબેન ગુલાબી રંગ પસંદ કરતા હોવાનું માનવામાં આવે છે.
કોકીલાબેનને ફરવાનો પણ ખુબ જ શોખ છે. તેમની મનગમતી જગ્યા લંડન અને સ્વિત્ઝરલેંડ છે. જયારે ધીરુભાઈ અંબાણી હયાત હતા ત્યારે કોકિલાબેન તેમની સાથે ફરવા માટે જતા હતા. હવે તે વર્ષમાં બે વાર પરિવારના સદસ્યો સાથે ફરવા માટે જાય છે.